Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેલવે અને પોસ્‍ટ વિભાગના સંયુક્‍ત સાહસથી ચાલતી પાર્સલ સુવિધા ઉમરગામમાં કાર્યરત કરવા યોજેલ કાર્યક્રમ

રેલવે બોર્ડના સ્‍ટ્રેટિક પ્‍લાનિંગ એન્‍ડ ઈમ્‍પ્‍લિમેન્‍ટેશન એક્‍ઝિકયુટિવ ડાયરેક્‍ટર સત્‍ય કુમારજીએ હાજર રહી પ્રોજેક્‍ટના કામગીરી વિષે પૂરું પાડેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.23: ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના સભાખંડમાં આજરોજ રેલવે અને પોસ્‍ટ વિભાગ દ્વારા ચાલતી રેલ પોસ્‍ટ ગતિ શક્‍તિ એક્‍સપ્રેસ કાર્ગો સર્વિસ (પાર્સલ સુવિધા) નો ઉમરગામના ઉદ્યોગપતિઓ લાભ મેળવે એવા ઉદ્દેશથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં માર્ગદર્શક તરીકે રેલ્‍વે બોર્ડના એક્‍ઝિકયુટિવ ડાયરેક્‍ટર સ્‍ટ્રેટિક પ્‍લાનિંગ એન્‍ડ ઈમ્‍પલીમેન્‍ટેશન શ્રી જીવીએલ સત્‍ય કુમારજી હાજર રહી ઉપસ્‍થિત ઉદ્યોગપતિઓને માર્ગદર્શન આપ્‍યું હતું. કાર્યક્રમમાં સરકારશ્રીના આ પ્રોજેક્‍ટ હેઠળ પૂરી પાડવામાં આવી રહેલી સુવિધા તેમજ કાર્ય પદ્ધતિથી માહિતગાર કરવામાં આવ્‍યા હતા. ગ્રાહકોને ઓછામાં ઓછા સમયે અને સુરક્ષિત રીતે તેમજ આર્થિક રીતેપોષાઈ એવા તમામ પાસાઓને આવરી લઈ સરકારશ્રીએ અમલમાં મૂકેલી સુવિધાનો લાભ ઉમરગામ વિસ્‍તારમાં ઉદ્યોગપતિઓ પ્રાપ્ત કરે એવો આશાવાદ વ્‍યક્‍ત કર્યો હતો. આ કાર્યક્રમમાં પોસ્‍ટ વિભાગના અધિકારી, યુઆઈએના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બારી, પૂર્વ પ્રમૂખ શ્રી ભગવાનભાઈ ભરવાડ, અને યુઆઈએના હોદ્દેદારો તેમજ મોટી સંખ્‍યામાં ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી.

Related posts

પ્રદેશ ભાજપ અનુ.જનજાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી રમેશ તાવડકરે દાનહની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપીમાં ગેરકાયદે આયુર્વેદિક ક્‍લિનિક ચલાવતા બોગસ તબીબની ધરપકડ

vartmanpravah

ઉમરગામ પાલિકાએ નિર્મળ ગુજરાત સ્‍વચ્‍છતા પખવડિયા અંતર્ગત પ્રારંભ કરેલી કામગીરી

vartmanpravah

રખોલીની બે કંપનીઓના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah

વાપી કોંગ્રેસ દ્વારા ઓવરબ્રિજ પાડવાના મામલે કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી અસરકર્તા માટે વળતરની માંગ

vartmanpravah

‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ચીખલી તાલુકાના ગામોમાં મોટી સંખ્યામાં લોકો સ્વચ્છતા અભિયાનમાં જાડાયા

vartmanpravah

Leave a Comment