October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કચીગામનું ગૌરવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.17: ભારતીય કોસ્‍ટ ગાર્ડ એરસ્‍ટેશન દમણ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠાની સફાઈ જિજ્ઞાસુ- 2022 અંતર્ગત તા.15મી સપ્‍ટેમ્‍બર, 2022ના રોજ નિબંધ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણની સરકારી અને ખાનગી શાળા-કોલેજોના બાળકોએ ભાગ લીધો હતો. સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કચીગામની વિદ્યાર્થિની પ્રિયંકા નવીન ઝાએ દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કરવા બદલ તેમને ઈનામ આપી સન્‍માનિત કરાઈ હતી.
આ પ્રસંગે શાળાના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રી અશ્વિન આર. પટેલ તથા શિક્ષકોએ વિજેતા વિદ્યાર્થીની પ્રિયંકા નવીન ઝા અને માર્ગદર્શક એવા એસ્‍કોર્ટ શિક્ષક શ્રી અશોક બાનાને શાળાનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા અને આવનારા દિવસોમાં આવી અન્‍ય સ્‍પર્ધાઓમાં ઉત્‍સાહભેર ભાગ લઈ દમણ પ્રદેશમાં કચીગામશાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા એ.એસ.પી. શ્રીપાલ શેસ્‍માનો અભિનંદન સમારોહ યોજાયો

vartmanpravah

દાનહના ડોકમરડી બ્રિજ નજીક યુવાનને અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

દાનહ કૌચા અને ગલોન્‍ડા પંચાયત સભ્‍યની પેટાચૂંટણીની મત ગણતરી 1લી નવેમ્‍બરે

vartmanpravah

દાનહ જિ.પં.ની કારોબારી સમિતિના અધ્‍યક્ષ તરીકે દિપક પ્રધાનઃ જાહેર બાંધકામ સમિતિના અધ્‍યક્ષ બનતા વિપુલ ભુસારા

vartmanpravah

વાપીમાં જન્‍મેલા 680 ગ્રામના નવજાત બાળકનો ચમત્‍કારી બચાવ થયો

vartmanpravah

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પારડીમાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો

vartmanpravah

Leave a Comment