October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

પરિયારી ગ્રામ પંચાયત કાર્યાલય અને આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

ગ્રામ પંચાયતના વહીવટનું કરેલું પ્રત્‍યક્ષ નિરીક્ષણ અને લાયબ્રેરી નિહાળી ખુશ થયેલા વિદ્યાર્થીઓ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : દમણ જિલ્લા પંચાયત સંચાલિત સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા પરિયારીના વિદ્યાર્થીઓએ પરિયારી ગ્રામ પંચાયત અને આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરની મુલાકાત લીધી હતી.
પરિયારીની ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ગ્રામ પંચાયત દ્વારા થતા વહીવટની પ્રત્‍યક્ષ જાણકારી મેળવી હતી. આ પ્રસંગે સરપંચ શ્રીમતી પંક્‍તિબેન પટેલ, પંચાયતના સેક્રેટરી શ્રી ઓમપ્રકાશ યાદવ તથા પંચાયતના એકાઉન્‍ટન્‍ટ શ્રી સુરેશભાઈ માહ્યાવંશીએ પંચાયતના વહીવટની જાણકારી આપી હતી.
વિદ્યાર્થીઓએ પરિયારી ખાતે આવેલ આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરની પણ મુલાકાત લીધી હતી અને ગ્રામ્‍ય સ્‍તરે મળતી પ્રાથમિક આરોગ્‍ય સેવાથી આયુષ્‍માનભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટર પરિયારીના કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસર સુશ્રી અમૃતા કૌરે માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રી અરવિંદભાઈ સુમરાના દિશા-નિર્દેશ હેઠળ શ્રીમતી પુષ્‍પાબેન રાઠોડ, શ્રીમતી ડિમ્‍પલબેન પટેલ અને શ્રીમતી તેજલબેન માહ્યાવંશી શાળા વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા.

Related posts

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

હવે વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ હાઈવે ઉપર લેઝર સ્‍પીડ ગનથી વાહનોની ગતિ કન્‍ટ્રોલ કરશે

vartmanpravah

સુરત બી.એ.પી.એસ. હોસ્‍પિટલ દ્વારા તા.01 થી 31 ડિસેમ્‍બર સુધી ઘુંટણ સાંધાના દર્દીઓનું નિઃશુલ્‍ક ઓપરેશન

vartmanpravah

પારડીથી સુરત પિયર જવા નીકળેલ એક સંતાનની માતા ગુમ

vartmanpravah

આદર્શ નિવાસી શાળા બામટી ખાતે વલસાડ જિલ્લાકક્ષાના આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂા. 42 કરોડના ખર્ચે થનારા કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment