July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણવાડા પંચાયતનો નવતર અભિગમઃ ટ્રેક્‍ટરની ટ્રોલીમાં પંચાયત કાર્યાલય બનાવી પ્રત્‍યેક વોર્ડમાં પહોંચી ગ્રામજનોને ઘરઆંગણે આપવામાં આવેલા વિવિધ સર્ટીફિકેટો

આજે દમણવાડા પંચાયત વિસ્‍તારમાં થનારા જમીનના પુનઃ સર્વેક્ષણના સંદર્ભમાં યોજાનારી ગ્રામસભામાં ઉપસ્‍થિત રહેવા પણ કરાયેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : દમણમાં સુશાસન સપ્તાહ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘પંચાયત આપણાં આંગણામાં’ નવતર કાર્યક્રમ હેઠળ ટ્રેક્‍ટરની ટ્રોલીમાં પંચાયત કાર્યાલય બનાવી પંચાયતના દરેક વોર્ડમાં જઈ ગ્રામજનોને પોતાના ઘરઆંગણે વિવિધ સર્ટીફિકેટો કાઢી આપવામાં આવ્‍યા હતા અને તેમની સમસ્‍યા પણ સાંભળી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં આયોજીત ‘આપણાં આંગણામાં ગ્રામ પંચાયત’ કાર્યક્રમમાં ડેપ્‍યુટી સરપંચ શ્રી મિલન રાયચંદ પટેલ, શ્રી વિષ્‍ણુ બાબુ, સેક્રેટરી શ્રી નિખિલ મીટના તથા સ્‍ટાફના સભ્‍યો જોડાયા હતા. ભાઠૈયા ખાતે દમણવાડા વિભાગના પૂર્વ જિ.પં. સભ્‍ય અને પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી વાસુભાઈ પટેલે પણ ઉપસ્‍થિત રહી નવતર અભિગમની પ્રશંસા કરી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતના બારિયાવાડથી શરૂ થયેલ ‘પંચાયત આપણાં આંગણામાં’ પંચાયતનું હાલતું-ચાલતું કાર્યાલયનવા જમ્‍પોર, ઢોલર, ભાઠૈયા થઈ ભામટીથી નવી નગરી, તળાવ ફળિયા અને પલહિત થઈ બોરિયા તળાવ ખાતે વિરામ આપવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં ગ્રામજનોએ ખુબ જ ઉત્‍સાહપૂર્વક લાભ લીધો હતો અને દમણવાડા પંચાયત દ્વારા શરૂ કરાયેલા નવતર અભિયાનની પ્રશંસા પણ કરી હતી. દરરોજ કામધંધામાં વ્‍યસ્‍ત રહેતા લોકોને પોતાના ઘરઆંગણે જરૂરી સર્ટીફિકેટની સેવા પણ મળતાં તેઓએ આનંદ પણ પ્રગટ કર્યો હતો.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ સોમવારે પંચાયત કાર્યાલય ખાતે જમીનના પુનઃ સર્વેક્ષણની જાણકારી માટે યોજાનાર ગ્રામસભામાં હાજરી આપવા પણ અનુરોધ કર્યો હતો.

Related posts

વલસાડ હાઈવે ઉપર અકસ્‍માતના બે બનાવ : નંદી મહારાજ કાર સાથે ભટકાયા : પાર્ક કરેલ ટ્રક સાથે એક્‍ટીવા ચાલક ભટકાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં બે ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

બેંકના વહીવટદાર અને સંઘપ્રદેશના સંયુક્‍ત નાણાં સચિવ કરણજીત સિંહ વાડોદરિયાની ઉપસ્‍થિતિમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયેલા બે બ્રાન્‍ચ મેનેજરોને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

પ્રદૂષિત નદીઓ અંગે એન.જી.ટી.એ 2100 કરોડનો દંડ ફટકાર્યો : ગુજરાતની પ્રદૂષિત નદીઓમાં દમણગંગાનો પણ સમાવેશ

vartmanpravah

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વિલ્સન હિલ ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી હાઈવે ઉપર રોડ ક્રોસ કરી રહેલા અજાણ્‍યા રાહદારીનું ટ્રકની ટક્કરથી ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

Leave a Comment