(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડયો છે. જેમાં સેલવાસમાં 57.6 એમએમ સિઝનનો કુલ વરસાદ 523.4 એમએમ 20 ઇંચથી વધુ નોંધાયો છે. મધુબન ડેમનું લેવલ 70.60મીટર છે, ડેમમાં પાણીની આવક 3986 ક્યુસેક અને પાણીની જાવક 918 ક્યુસેક છે. એક અઠવાડિયાથી સદંતર વરસાદને કારણે દાદરા ગામના દેમણી રોડ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહનચાલકોને ઘણી જ તકલીફો પડી રહી છે. આ અંગે પંચાયત દ્વારા લાગતા વળગતા વિભાગને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ હજી સુધી આ ખખડધજ બનેલા રસ્તા બાબતે કોઈપણ પ્રકારની કામગીરીની તજવીજ હાથ ધરાઈ નહીં હોવાનું પ્રતિત થાયછે.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2022/07/Screenshot_20220706_184252-960x532.jpg)