October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

બેંકના વહીવટદાર અને સંઘપ્રદેશના સંયુક્‍ત નાણાં સચિવ કરણજીત સિંહ વાડોદરિયાની ઉપસ્‍થિતિમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયેલા બે બ્રાન્‍ચ મેનેજરોને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકમાં વહીવટદાર મુકાયા બાદ નિવૃત્ત થતા કર્મચારીઓને પોતાની ગ્રેજ્‍યુઈટી અને લીવ એન્‍કેશમેન્‍ટનો નિવૃત્તિના દિવસે જ મળતો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.30
દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના નાની દમણ શાખાના મેનેજર શ્રી નટવરભાઈ કે. પટેલ અને સોમનાથ શાખાના મેનેજર શ્રી અમ્રતભાઈ ડી. પટેલ આજે સેવા નિવૃત્ત થતાં તેમને બેંકના વહીવટદાર અને સંઘપ્રદેશ પ્રશાસનના સંયુક્‍ત નાણાં સચિવ શ્રી કરણ જીત સિંહ વાડોદરિયાની ઉપસ્‍થિતિમાં નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્‍યું હતું.
દમણ-દીવ કો-ઓપરેટિવ બેંકના વહીવટદાર તરીકે શ્રી કરણ જીત સિંહ વાડોદરિયાની થયેલી નિયુક્‍તિ બાદ નિવૃત્ત થનારા બેંક કર્મીઓને નિવૃત્તિ દિવસે જ તેમનીગ્રેજ્‍યુઈટી અને લીવ એન્‍કેશમેન્‍ટ આપવાની પ્રથા શરૂ થઈ છે જેનો લાભ બંને નિવૃત્ત થનારા શાખા મેનેજરોને પણ મળ્‍યો હતો.
આજે નિવૃત્ત થયેલા શ્રી નટવરભાઈ કે. પટેલ અને અમ્રતભાઈ ડી. પટેલે બેંકમાં જુદા જુદા પદો ઉપર 28 વર્ષની લાંબી સેવા બજાવી હતી. તેઓ છેલ્લે બ્રાન્‍ચ મેનેજરના પદ ઉપર સેવા નિવૃત્ત થયા છે. આજે બેંકમાં આયોજીત કાર્યક્રમમાં બેંકના વિવિધ અધિકારીઓ અને સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ સચિવ ફરમાન બ્રહ્માની સલાહ માતા-પિતા બાળકોને વેફર, કૂરકૂરે, બિસ્‍કિટ, ચોકલેટ વગેરેનો ખોરાક બાળકને આપવાનું બંધ કરશે તો બહુ જલદી સંઘપ્રદેશ કુપોષણથી મુક્‍ત બનશે

vartmanpravah

લવાછા પિપરીયા પુલ ઉપરટિફિન આપવા જઈ રહેલ સાયકલ સવારનું અકસ્‍માતમાં મોત

vartmanpravah

દીવની ખ્‍યાતનામ હોટલ અઝારો અને કોહિનુર હવે સરકારી જગ્‍યામાં કાર્યરત ગણાશે

vartmanpravah

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં ઈન્‍કમટેક્ષ રિટર્ન ફાઈલ થયેલ હોય તેવા પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિના લાભાર્થી ખેડૂતોને રિકવરી માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી

vartmanpravah

ભારત રામરાજ્‍યની તરફઃ ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ

vartmanpravah

દાદરા નગર હવેલીની મુક્‍તિના 70મા વર્ષે આત્‍મમંથન

vartmanpravah

Leave a Comment