August 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખતલવાડ ખાતે બંધ મકાનમાં આગ લાગતા ઘરવખરીને ભારે નુકસાન

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: ઉમરગામ તાલુકાના ખતલવાડ ખાતે બંધ મકાનમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ખતલવાડ ઢેખુ ખાડી વિસ્‍તારમાં રૂપલીબેન રમણભાઈ માછી નાબંધ મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની જ્‍વાળા અને ધુમાડાના ગોટેગોટા બહાર દેખાતા આજુબાજુના રહીશો દોડી આવ્‍યા હતાં અને અગ્નિસામક દળને જાણ કરી હતી. તેમજ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્‍ન કર્યો હતો. પરંતુ આગની જ્‍વાળા કાબુમાં આવવા પામી ન હતી જેથી અગ્નિશામક દળ આવીને આગને કાબુમાં કરે એ પહેલા ઘરવખરી આગમાં બળીને ખાક થઈ જવા પામી હતી. મકાનની અંદર રહેલા સામાન તેમજ મકાનની છત અને દિવાલને વ્‍યાપક નુકસાન થવા પામ્‍યું છે. આજના અકસ્‍માતમાં ભારે નુકસાની સહન કરનાર ગરીબ પરિવારને સહાય પ્રાપ્ત થાય એ દિશામાં ગામના સરપંચ શ્રી સુરેન્‍દ્રભાઈ માછીએ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાનહ-દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અંદામાન નિકોબારનો પણ હવાલો સુપ્રત કરવા ઘડાતો તખ્‍તો

vartmanpravah

દમણના સેશન જજ શ્રીધર એમ. ભોસલેનો શકવર્તી ચુકાદો દમણનાબહુચર્ચિત સલીમ મેમણ હત્‍યા પ્રકરણમાં છને આજીવન કારાવાસની સજાઃ ઉપેન્‍દ્ર રાય અને હનીફ અજમેરીને મળેલો શંકાનો લાભ

vartmanpravah

કપરાડાની ખાતુનિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીની સહાય કરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટોનો કરાવેલો શુભારંભ:  સેલવાસની શાખાને પણ મળેલું સ્થાન

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા સ્‍વર કોકિલા ભારતરત્‍ન આદરણીય સ્‍વ.લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

વલસાડ ખાતે વારલી પેઇન્‍ટિંગની કૌશલ્‍યવર્ધન તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment