January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણ

દમણ એક્‍સાઈઝ વિભાગનું કડૈયા દરિયા કિનારે મધરાતે મોટું ઓપરેશનઃ એક ટેમ્‍પો અને હોડી સહિત મોટા જથ્‍થામાં દારૂની કરેલી જપ્તી

મોટા માથાઓનો બિન્‍દાસ્‍ત મોટો વેપારઃ નાનાઓને થતી પરેશાનીની મચેલી બૂમરાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : દમણ એક્‍સાઈઝ વિભાગને કડૈયા દરિયા કિનારેથી દારૂ ભરેલ એક ટેમ્‍પો અને એક હોડીને બરામદ કરવા સફળતા મળી છે. ટેમ્‍પોના ડ્રાઈવરને ભાગી જવા સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ એક્‍સાઈઝ વિભાગના ઈન્‍સ્‍પેક્‍ટર શ્રી મિલનકુમાર પટેલ અને એક્‍સાઈઝ ગાર્ડ શ્રી અમિત રાજભર, શ્રી અંકિત પટેલ, શ્રી મનિષ યાદવ, શ્રી સંજય સોલંકી અને શ્રી રોનિત પટેલને મળેલી ગુપ્ત માહિતીના આધારે કડૈયા દરિયા કિનારે પહોંચી રહ્યા હતા તે દરમિયાન એક ટેમ્‍પો બહારની તરફ નિકળી રહ્યો હતો. આ સમયે એક્‍સાઈઝ વિભાગની ગાડીને જોઈડ્રાઈવર ટેમ્‍પો છોડી ભાગી ગયો હતો. ટેમ્‍પોની તપાસ કરતાં તેમાં મોટી માત્રામાં દારૂનો જથ્‍થો મળ્‍યો હતો.
ત્‍યારબાદ એક્‍સાઈઝ વિભાગની ટીમે દરિયામાં એક હોડીને બાંધેલી જોતાં ત્‍યાં નજીક જઈ નિરીક્ષણ કરતાં તેમાં પણ મોટી માત્રામાં દારૂનો જથ્‍થો મળ્‍યો હતો. હોડીમાં બેસેલા તમામ લોકો રાત્રિના અંધકારનો લાભ લઈ જંગલમાં ભાગી જવા સફળ થયા હતા.
એક્‍સાઈઝ વિભાગે ગેરકાયદે દારૂની હેરફેર કરતા ટેમ્‍પો નંબર જીજે-05 બીઝેડ-9470 અને એક હોડીને જપ્ત કરી છે.
દમણ એક્‍સાઈઝ વિભાગે દારૂની ગેરકાયદે થતી હેરાફેરીને રોકવા શરૂ કરેલા અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ દરરોજ ટ્રકો ભરીને દારૂનો જથ્‍થો પણ પગ કરી રહ્યો છે જે ઘણું સૂચક છે. મોટા માથાઓ 31મી ડિસેમ્‍બર દરમિયાન મોટો વેપાર કરી રહ્યા છે જ્‍યારે નાનાઓને પરેશાન કરાતા હોવાની બૂમ પણ ઉઠી રહી છે.

Related posts

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઈન શરૂ

vartmanpravah

લેસ્‍ટરની ઘટનામાં ઉચ્‍ચ સ્‍તરે દરમિયાનગીરી કરવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં હિન્‍દુ સંગઠનના કાર્યકર્તાઓએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કરેલી મુલાકાત

vartmanpravah

પોષણ અભિયાન દીવ દ્વારા હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાતે અડોલેસેન્‍સ ગર્લ્‍સ સાથે પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

અંડર-19 રાજ્‍યકક્ષા કુસ્‍તી સ્‍પર્ધામાં સારસ્‍વત સ્‍કૂલ વિજેતા

vartmanpravah

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ આપત્તીજનક શબ્‍દનો પ્રયોગ કરવા પર ખાનવેલ જિલ્લા ભાજપા દ્વારા અધિર રંજનનું પૂતળાદહન કરાયું

vartmanpravah

સરીગામ પંચાયતમાં સામાન્‍ય સભાની બેઠકના મુદ્દે તલાટી અને સરપંચ વચ્‍ચે જોવા મળેલીવિરોધાભાસ નિતિ

vartmanpravah

Leave a Comment