Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

આજથી દમણવાડાના ઢોલર ગામથી શરૂ થનારૂં જમીનના રિ-સર્વેનું કામ

દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાયેલી પુનઃ સર્વેક્ષણના કાર્ય માટે ગ્રામસભાઃ ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રા અને મામલતદાર સાગર ઠક્કરે આપેલું જરૂરી માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : આજે દમણવાડા ગ્રામ પંચાયત ખાતે જમીનોના પુનઃ સર્વેક્ષણની જાણકારી આપવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દમણવાડા પંચાયત ઘર ખાતે આયોજીત ગ્રામસભામાં ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા, સર્વે અને સેટલમેન્‍ટ અધિકારી તથા મામલતદાર શ્રી સાગર ઠક્કર, સરપંચ શ્રી મુકેશ ગોસાવી, ઉપ સરપંચ શ્રી મિલન પટેલ તથા સભ્‍યો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશની જનતાને દરેક સુવિધાઓ અદ્યતન ટેક્‍નોલોજીના માધ્‍યમથી મળે એ માટેહંમેશા પ્રયાસરત રહે છે. જેની કડીમાં પ્રદેશના લેન્‍ડ રેકોર્ડ્‍સના ડિજિટિલાઈઝેશનની પ્રક્રિયા સાથે જમીનોના રિ-સર્વેનું કામ પણ આગળ ધપી રહ્યું છે.
આ પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ લોકોને જમીનના પુનઃ સર્વેક્ષણનો ઉદ્દેશ અને તેના લાભની બાબતમાં જાણકારી આપી હતી. તેમણે જમીનના પુનઃ સર્વેક્ષણ માટે ઉપયોગમાં લેનારી અદ્યતન ટેક્‍નોલોજી અંગે પણ માહિતી આપી હતી. દમણ જિલ્લામાં પોર્ટુગલ શાસન બાદ પહેલી વખત જમીનનું સર્વેક્ષણ વર્ષ 1970-1972માં થયું હતું. જે જૂની પધ્‍ધતિઓથી કરાયું હતું. આ કડીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાન અંતર્ગત ભારત સરકારના ડિજિટલ ઈન્‍ડિયા અભિયાન હેઠળ ડિજિટલ ઈન્‍ડિયા લેન્‍ડ રેકોર્ડ્‍સના અદ્યતનીકરણના કાર્યક્રમ મુજબ થનારા આ પુનઃ સર્વેક્ષણમાં જમીનની માપણી નવેસરથી કરી જીઆઈએસ બેઝ્‍ડ નકશો તૈયાર કરવામાં આવશે.
આ પ્રસંગે સર્વે અને સેટલમેન્‍ટ અધિકારી તથા મામલતદાર શ્રી સાગર ઠક્કરે પુનઃ સર્વેક્ષણની પૂર્વ ભૂમિકા સમજાવતા જણાવ્‍યું હતું કે, દમણવાડા ગ્રામ પંચાયતના દમણવાડા, ઢોલર, ભામટી અને પલહિત ગામની જમીનોનું રિ-સર્વે કરાનાર છે. જેમાં આવતી કાલ તા.27મી ડિસેમ્‍બરથી ઢોલર ગામની જમીનોના રિ-સર્વે સાથે આ અભિયાનનો પ્રારંભ થશે. તેમણે દમણવાડા પંચાયતવિસ્‍તારના નાગરિકોને અપીલ કરતા જણાવ્‍યું હતું કે, તેઓ પોતાની જગ્‍યા ઉપર ઉપસ્‍થિત રહી પુનઃ સર્વેક્ષણની ટીમને આવશ્‍યક જાણકારી અને દસ્‍તાવેજો પ્રદાન કરી સહયોગ કરે. જેથી આ પ્રક્રિયા નિર્ધારિત સમય સીમા અને પારદર્શકતા પૂર્વક સંપન્ન થઈ શકે.
આભાર વિધિ સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આટોપી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રીમતી પુષ્‍પા રાઠોડે કર્યું હતું.

Related posts

વાપી જૈન યુવક મંડળ ઇંગ્‍લિશ સ્‍કૂલ 10 માં સ્‍થાનના દિનનો સાથે એન્‍યુઅલ ડે ઉજવાયો

vartmanpravah

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

vartmanpravah

કપરાડામાં કૃષિ સખી અને પશુ સખી ત્રિદિવસીય તાલીમનો પ્રારંભ

vartmanpravah

દમણગંગા નદીનો જૂનો પુલ ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજોની ચોરી પ્રકરણમાં પોલીસે શરૂ કરેલું તેજ સર્ચ ઓપરેશન

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment