October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણ

પશ્ચિમ ભારત માછી મહાસંઘ અને સૌરાષ્‍ટ્રના માછી સમાજના પ્રતિનિધિ મંડળે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મંત્રીઓની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

દમણના માછી સમાજના આગેવાન અને પશ્ચિમ ભારત માછી મહાસંઘના અધ્‍યક્ષ વિશાલભાઈ ટંડેલની પણ રહેલી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : આજે પશ્ચિમ ભારતમાછી સમાજ મહાસંઘ તથા સૌરાષ્‍ટ્રના માંગરોળ, પોરબંદર, વેરાવળથી ખારવા જ્ઞાતિના પ્રતિનિધિઓએ 182 ધારાસભ્‍યો પૈકી એક માત્ર ભરૂચથી વિજેતા બનેલા માછી સમાજના ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ મિષાીની ગાંધીનગર સરકિટ હાઉસ ખાતે મુલાકાત કરી સમસ્‍ત સાગરખેડૂ સમાજ તરફથી તેમનું અભિવાદન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રતિનિધિ મંડળે ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ તથા નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, અને મત્‍સ્‍યપાલન અને પશુપાલન મંત્રી શ્રી રાવઘજીભાઈ પટેલની મુલાકાત કરી તેમને શુભકામનાઓ આપી હતી અને માછી સમાજના વિકાસ તથા તેમની સમસ્‍યાઓથી માહિતગાર કરાયા હતા.
પ્રતિનિધિ મંડળમાં ભરૂચના વિધાનસભ્‍ય શ્રી રમેશભાઈ મિષાી, શ્રી વેલજીભાઈ મસાણી, દમણના માછી સમાજના નેતા અને શ્રી પશ્ચિમ ભારત માછી મહાસંઘના પ્રમુખ શ્રી વિશાલભાઈ ટંડેલ, મહામંત્રી શ્રી ટી.પી.ટંડેલ, શ્રી તુલસીભાઈ ગોહિલ(વેરાવળ), શ્રી ઠાકોરભાઈ પટેલ, શ્રી વિજયભાઈ બોરસી, શ્રી દામોદર (પોરબંદર), શ્રી રોહિત ખારવા(ખંભાત) તથા અન્‍ય પટેલ અને સામાજિક સંગઠનના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દીવના પટેલવાડીની સરકારી મિડલ શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી : બાળકોને સિંહ વિશે માહિતી અપાઈ

vartmanpravah

વાપી નાઝાબાઈ રોડ, મચ્‍છી માર્કેટ વોર્ડ નં.8 રોડના અધુરા કામ પુરા, યુવા કોંગ્રેસની પાલિકામાં રજૂઆત

vartmanpravah

દાનહ દમણ દીવ પોલીસ સ્‍પોર્ટ્‍સ મીટ-2022 સંપન્ન

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ફૂટસલ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણ દરિયા કિનારે સેંકડો છઠવ્રતિઓએ અસ્‍ત થતાં સૂર્યને અર્ધ્‍ય અર્પણ કર્યુ

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીમાં વરસાદની રમઝટ વચ્‍ચે 60.88 ટકા મતદાનઃ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન: શનિવારે થનારી મત ગણતરી સુધી 7 વોર્ડના ઉમેદવારોનું ભાવિ સીલ

vartmanpravah

Leave a Comment