October 15, 2025
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ સિવિલમાંથી નવજાત શિશુની ચોરી : માત્ર બે કલાકમાં શિશુ ચોરનાર મહિલા પકડાઈ

હાઈવે ઉપર એસ.ટી. બસમાં ચઢવા જતા અનીતાબેન નામની મહિલાને શીશુ સાથે ઝડપી પાડી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14
વલસાડ સિવિલ હોસ્‍પિટલમાં ગતરોજ ચાર દિવસીય તાજા જન્‍મેલા શિશુની ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ અને હોસ્‍પિટલ સંચાલકો દોડતા થઈ ગયા હતા. જો કે પોલીસે માત્ર બે કલાકમાં જ શીશુ ચોરી કરનાર મહિલાને હાઈવે ઉપર બસમાં ચઢતા પોલીસે ઝડપી પાડતા શીશુ ગુમાવનાર પરિવારના જીવમાં જીવ આવ્‍યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ સિવિલ હોસ્‍પિટલમાં ચાર દિવસ પહેલા સુમનભાઈ ચૌહાણની પત્‍નીની પ્રસુતિ થઈ હતી. તેમની પત્‍ની પાસે આવીને એક મહિલાએ જણાવ્‍યું હતું કે, બાળકને રસીઆપવાની છે તેવુ જણાવી લઈ ગઈ હતી. થોડીવારમાં પરત કરી ગઈ હતી. બાદમાં બાળકનો કાચની પેટીમાં રાખવાનું જણાવી મહિલા ફરી નવજાત શીશુને લઈ ગઈ હતી તે પરત ના ફરતા પરિવારે તપાસ કરી તો મહિલા બાળક ચોરી નિકળી ગઈ હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ કરતા જોયુ તો સી.સી.ટી.વી.માં ઘટના કેદ થઈ હતી. ચારે તરફ નાકાબંધ કરી તપાસ હાથ ધરાતા બે કલાક બાદ હાઈવે ઉપર બસમાં ચઢવા જતા પોલીસે મહિલાને શીશુ સાથે ઝડપી લીધી હતી. ઝડપાયેલા મહિલા સુરતમાં એકલી રહે છે. મૂળ કોસમકુવાની વતની છે તેવુ પોલીસે જણાવ્‍યું હતું.

Related posts

વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્‍યાનો ભેદ ઉકેલાયો : પાંચ આરોપીની ધરપકડ

vartmanpravah

શિવસેનાનો ઠાકરે અને દાનહનો ડેલકર પરિવાર એક થયો છે અને તેમની આઈડોલોજી પણ એક છેઃ અભિનવ ડેલકર

vartmanpravah

વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્‍કૃતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીયસંસ્‍થા) દ્વારા વાપી ખાતે 16 સપ્‍ટેમ્‍બરે ભવ્‍ય શોભાયાત્રા યોજાશે

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે સેલવાસમાં આજે યાત્રી નિવાસ ફલાયઓવર અંડરસ્‍પેસની લીધેલી મુલાકાત

vartmanpravah

સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહે નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દાનહઃ નરોલી પંચાયતની આંગણવાડી ખાતે બહેનો માટે પૌષ્ટિક વાનગી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment