October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કોરોનાની સામે લડત આપવા દીવ સરકારી હોસ્‍પિટલ દરેક સુવિધાઓથી સજ્જ

દીવ પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં દીવ સરકારી હોસ્‍પિટલ ખાતે યોજાઈ કોરોનાની આપાતકાલીન પરિસ્‍થિતિમાં તથા કોરોનાને માત આપવા મોકડ્રીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.27: કોવિડ સામે અગમચેતીના પગલે દીવ સરકારી હોસ્‍પિટલ ખાતે પ્રશાસકશ્રી પ્રફુલપટેલના માર્ગદર્શન હેઠળ અને દીવ કલેકટર ફવર્મન બ્રહ્મા તથા હેલ્‍થ ઓફિસર અજય શર્માના નેતૃત્‍વમાં મોકડ્રીલ યોજાઈ હતી. મોકડ્રીલ દરમિયાન દીવ સરકારી હોસ્‍પિટલ ખાતે કોરોના દર્દીઓને કઈ રીતે કોરોના હોસ્‍પિટલ લાવી તેમનો ઈલાજ કરવો તે તમામ દર્શાવવામાં આવ્‍યું હતું. આજે વિશ્વમાં કોરોના મહામારી ખતરો મંડરાઈ રહ્યો છે. ચીન, જાપાન જેવા અનેક દેશોમાં જ્‍યારે કોરોના ફરી પ્રબળ બની શકે તેવી શકયતા હોવાથી તેની સામે લડત આપવા અને તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે દીવ સરકારી હોસ્‍પિટલમાં મેડિસન, આઈસીયુ, ઓક્‍સિજન પ્‍લાન્‍ટ, કોવિડ વોર્ડ, બેડ, વેન્‍ટીલેટર્સ, ઓક્‍સિજન સિલિન્‍ડર્સ, વગેરે જેવી કોવિડના દર્દીને આપી શકાય તેવી દરેક જરૂરિયાતોનું મોકડ્રીલના માધ્‍યમથી હેલ્‍થ ઓફિસર અજય શર્મા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્‍યું અને કોવિડ દર્દીઓને સંપૂર્ણ સુવિધાઓ મળે તેવી તમામ કામગીરી હાથ ધરી હતી.

Related posts

દમણ જિલ્લામાં સર્વેનું કામ કરી રહેલ મેપ માય ઈન્‍ડિયાના કર્મીએ સર્વે અને ઘર નંબર અલગ કરવા રૂા.1000ની કરાયેલી માંગણીના સંદર્ભમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

મોરાઈ વેલ્‍સપન કંપનીમાં નોકરીનો બાયોડેટા આપી પરત ફરતા ખેરગામના યુવાનને કાળ ભરખી ગયો

vartmanpravah

નવસારી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કામગીરી હાથ ધરાઇ

vartmanpravah

વાપી બંગાળી સમાજ દ્વારા વીઆઈએ ગ્રાઉન્‍ડમાં અતિ ભવ્‍ય દુર્ગાપૂજાનું આયોજન

vartmanpravah

ભારત રામરાજ્‍યની તરફઃ ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ

vartmanpravah

પારડી મામલતદાર અને પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ: સ્‍કૂલ નજીક ગુટખા વેચતા છ જેટલા દુકાનદારો દંડાયા

vartmanpravah

Leave a Comment