Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કુંડી ઓવરબ્રિજ ઉપર બટાકા ભરેલ ટ્રક પલટી મારતા અકસ્‍માત સર્જાયો :ચાલકનો બચાવ

યુપી આગ્રાથી બટાકા બરી ટ્રક મુંબઈ જતી હતી ત્‍યારે અકસ્‍માત સર્જાયો : એકશલ તૂટી જતા આગળના બે ટાયર છુટા પડી ગયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ હાઈવે કુંડી ઓવરબ્રિજ ઉપર રવિવારે રાતે અકસ્‍માત સર્જાયો હતો. ટ્રકને કટ મારી અન્‍ય એક ટ્રક આગળ જતા કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર કુદી પલટી મારી ગઈ હતી. અકસ્‍માતમાં ટ્રકની એકશલ તૂટી ગઈ હતી તેથી અકસ્‍માત સર્જાયો હતો. ટ્રકમાં ભરેલા બટાકાની ગુણો રોડ ઉપર વેરાતા હાઈવે વાહન વહેવાર અટકી ગયો હતો.
વલસાડ હાઈવે ઉપર નિરંતર થતા અકસ્‍મોતમાં વધુ એક અકસ્‍માત રવિવારે રાતે સર્જાયો હતો. યુપી આગ્રાથી બટાકા ભરીને મુંબઈ માર્કેટમાં ખાલી કરવા જઈ રહેલ ટ્રક નં.આરજે 05 જેબી 1928ને વલસાડ હાઈવે કુંડી ઓવરબ્રિજ ઉપર અકસ્‍માત નડયો હતો. ટ્રક ત્રીજા ટ્રેક ઉપર ચાલી રહી હતી ત્‍યારે અન્‍ય એક ટ્રકે કટ મારી ઓવરટેક કરતા બટાકાની ટ્રકના ચાલકે કાબુ ગુમાવ્‍યો હતો તેથી ડિવાઈડર કુદી ટ્રક પલટી મારી ગઈ હતી. અકસ્‍માતમાં ટ્રકની એકશલ તૂટી જતા આગળના બે ટાયર છુટા પડી ગયા હતા. જો કે ચાલકનો ચમત્‍કારિક બચાવ થયો હતો. ટ્રક પલટી મારી જતા ટુંકમાં ભરેલ બટાકાની ગુણો હાઈવે ઉપર વેરાઈ જતા વાહન વહેવાર અટકી ગયો હતો તેથી પોલીસે સર્વિસ રોડ ઉપર ટ્રાફિકડાયવર્ટ કરી સ્‍થિતિ થાળે પાડી હતી.

Related posts

વાપીની રોફેલ કોલેજ ખાતે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.17, 23 અને 24 નવેમ્‍બરના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

vartmanpravah

દિવાળીથી લાભ પાંચમ સુધી દમણ-દાનહમાં ઉમટેલો પ્રવાસીઓનો લોકમેળો

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી હોવાથી કાઉન્‍ટ ડાઉન શરૂ

vartmanpravah

વલસાડના ‘ત્રયમ્‌ ફાઉન્‍ડેશન’ના સહકારથી પ્રાથમિક શિક્ષણ વિભાગ દાદરા નગર હવેલી દ્વારા સાયકલ અંગેનું શિક્ષણ અને તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

25 જૂન, 1975માં કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલી કટોકટીને વખોડવા દમણ ભાજપે કાઢેલી વિરોધ રેલી

vartmanpravah

Leave a Comment