(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.30: મધ્યપ્રદેશમાં યોજાઈ રહેલી ‘ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ’માં નુમા ઈન્ડિયા અકાદમીના બે વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ નુમા ઈન્ડિયા અકાદમી, દમણની વિદ્યાર્થી પૂર્વીશા ડેકા અને સની સિંગનું ‘ખેલો ઈન્ડિયા યોગાસના-આર્ટિસ્ટિક સિંગલ ઈવેન્ટમાં પસંદગી થઈ છે. આ બંને વિદ્યાર્થીઓ અને ટીમ મેનેજર નિકિતા ઉદેશીની સાથે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં ભાગ લેવા માટે આજે 30મી જાન્યુઆરીના રોજ ઉજ્જૈન જવા રવાના થયા હતા.
આ ઉપલબ્ધિ માટે નુમા ઈન્ડિયાના ડાયરેક્ટર આકાશ ઉદેશી અને નુમા ઈન્ડિયાના સેક્રેટરી અર્જુન ઉદેશીએ બંને વિદ્યાર્થીનીઓને શાનદાર પ્રદર્શન માટે શુભકામના પાઠવી હતી.