Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે સર્વિસ રોડ વધુ ગંભીર અકસ્‍માત ઝોન બનવા તરફી : નવા ડેપોને લઈ દુર્ઘટનાઓની વધેલી ભીતિ

ડેપો સામે લારી-ગલ્લા અને રિક્ષાનો જમેલો થવો શરૂ : આ સર્વિસ રોડ ઉપર છાશવારે જીવલેણ અકસ્‍માતો સર્જાતા રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપી માટે ઈસુનું નવુ વર્ષ 2023 અતિ સંઘર્ષભર્યું અને ચારે તરફ યાતના-મુસીબતો લઈને દસ્‍તક લઈ રહ્યું છે. કારણ કે વાપીની હાર્ટ લાઈન રેલવે ફલાય ઓવરબ્રિજને ધ્‍વસ્‍ત કરવાની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્‍યો છે તે પહેલાં અનેક વૈકલ્‍પિક જરૂરી ટ્રાફિક સહિતના પગલા લેવાઈ રહ્યા છે તે પૈકી મોટો યક્ષપ્રશ્ન એસ.ટી. ડેપો સ્‍થળાંતરનો પણ ઉકેલાઈ ગયો છે. જે રાહત કરતા ઘણી વિસંવાદિતાઓની ભેટ પણ ક્રમશઃ આપતો રહેશે તેના અણસારાઓની પણ નુકચેતી મળી રહી છે. કારણ કે જે સ્‍થળે નવિન કામ ચલાઉન ડેપો કાર્યરત થયો છે તે વિસ્‍તાર ઓલરેડી અકસ્‍માત ઝોનવચ્‍ચે જ છે. વૈશાલી ચોકડીથી બલીઠા પુલ સુધીનો હાઈવે સર્વિસ રોડ ઉપર નિરંતર જીવલેણ અકસ્‍માતો સર્જાતા રહ્યા છે. હાઈવેનો આ સર્વિસ રોડ ગંભીર અકસ્‍માત ઝોન બનવા તરફી આગળ વધી રહ્યાનું સ્‍થિતિ ઉભી થઈ ચૂકી છે.
વાપીના નવા ડેપોને કાર્યરત થયાના ગણતરીના કલાકો હજુ ચાલી રહ્યા છે તે પહેલાં જ ડેપોની બહાર લારી-ગલ્લા-નાસ્‍તાવાળા પાન-બીડીવાળા અને રીક્ષાવાળાઓનો જમેલો ઉભો થવાનો આરંભાઈ ચૂક્‍યો છે. આ ચિત્ર ખરેખર ડેન્‍ઝર છે કારણ કે ડેપોમાં અવર જવર કરતી બસોનો ટ્રાફિક સર્વિસ રોડ અકસ્‍માત ઝોન છે જ તેમાં ડેપો કાર્યરત થવાથી સમગ્ર પરિસ્‍થિતિ ખાસ કરીને ટ્રાફિકની બેવડાઈ રહી છે ત્‍યારે પોલીસ-પ્રશાસન, એસ.ટી. સત્તાવાળા સહિત વિભાગોએ આવનારા નવા ઈસનું વર્ષ વધુ કમનસીબ પુરવાર થાય એ પહેલા સમય સુચકતા સાથે સાવધાની ભર્યા પગલાં જાહેર સલામતિ માટે ઉભરવા અનિવાર્ય બનેલ છે.

Related posts

નાની દમણ જેટી ઉપર સમુદ્ર નારાયણ ભગવાનની મહા આરતીનો ભવ્‍ય આરંભ

vartmanpravah

આજે બદલાયેલા દાનહ અને દમણ-દીવનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિના ફાળે જાય છે

vartmanpravah

સેલવાસ ન.પા.એ પ્‍લાસ્‍ટિક થેલીનું ઉત્‍પાદન કરનાર કંપની પર પાડેલી રેડ

vartmanpravah

નરોલી ગ્રા.પં.ના ઉપ સરપંચ પિયુષસિંહ ગોહિલ સહિત પંચાયતમાં શિવ સેના સાથે સંકળાયેલા તમામ સભ્‍યોએ ભાજપને જાહેર કરેલું સમર્થન

vartmanpravah

બીલીમોરાની આઈસ ફેક્‍ટરીમાં એમોનિયાસ ગેસ લીકેજ તથા અફરા તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય શાખા દ્વારા 63 મેડિકલ ઓફિસરો માટે સર્પદંશની સારવાર અંગે સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment