October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દમણમાં આડેધડ દારૂ-બિયર વેચતા વાઈનશોપ અને બાર રેસ્‍ટોરન્‍ટો સામે તવાઈની શરૂઆત

દમણ એક્‍સાઈઝ વિભાગે ભીમપોર કોસ્‍ટલ હાઈવે ખાતે એક આઈટેન કારને આંતરી દારૂનો ઝડપેલો જથ્‍થો : દારૂ વેચનાર પાતલિયાના મુકેશ વાઈન, મુકેશ બાર એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ તથા જાગૃતિ વાઈનમાં છાપો મારી એક્‍સાઈઝ વિભાગે કરેલું આકસ્‍મિક નિરીક્ષણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ એક્‍સાઈઝના વિવિધ નીતિ-નિયમો અંતર્ગત દારૂ-બિયરના લાયસન્‍સધારી વિક્રેતાઓ દ્વારા ગ્રાહકોને મર્યાદિત પ્રમાણમાં જ દારૂ-બિયરની બોટલોનું વેચાણ કરાતુ હોય છે. તેની જગ્‍યાએ કેટલાક દારૂ-બિયરના લાયસન્‍સધારી દુકાનો અને બાર-રેસ્‍ટોરન્‍ટ દ્વારા થોકબંધ કરાતા વેચાણ સામે દમણના એક્‍સાઈઝ વિભાગે લાલ આંખ શરૂ કરી છે.
બાર અને રેસ્‍ટોરન્‍ટમાં મુખ્‍યત્‍વે પાર્સલ બોટલો આપવા સામે પાબંદી છે અને વાઈનશોપમાં પણ નિર્ધારિત મર્યાદા કરતા દારૂ-બિયરની બોટલો આપી શકાતી નથી. તેની સામે હાલમાં પાતલિયા ખાતે હ્યુન્‍ડાઈ આઈટેન ગાડી નં. જીજે-15-સીએચ-3422નો દમણ એક્‍સાઈઝ વિભાગના ઈન્‍સ્‍પેક્‍ટરોએ પીછો કરી ભીમપોર નજીકકોસ્‍ટલ હાઈવે ખાતે ઝડતી લેતાં તેમાંથી 576 દારૂની બોટલ મળી આવી હતી. આ દારૂની બોટલ પાતલિયા ખાતેના મુકેશ વાઈનમાંથી ખરીદી હોવાનું આરોપીઓએ જણાવ્‍યું હતું. જેના કારણે એક્‍સાઈઝ વિભાગે મુકેશ વાઈન, મુકેશ બાર એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ તથા જાગૃતિ વાઈનમાં છાપો મારી આકસ્‍મિક નિરીક્ષણ કર્યું હતું.

Related posts

રામ મંદિરના નિર્માણ કાર્યમાં શ્રમદાન કરવા પારડીથી આરએસએસ, વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળની ટીમ રવાના

vartmanpravah

વલસાડ જિલ્લાના 88 ગામોમાં 79.44 કરોડના રસ્‍તાઓનું પ્રધાનમંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

વાપીની મહિલાનો બિભત્‍સ વિડીયો ઉતારી બ્‍લેકમેલ કરતા બે આરોપીના જામીન ફગાવાયા

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વેલકમ કીટ આપી પાઠવેલી શુભકામના

vartmanpravah

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગની મીઠાઈની દુકાનોમાં ચકાસણી અવિરત ચાલુઃ પદાર્થ ખાવા યોગ્‍ય છે કે નહીં તેની જાહેરાત કરાતી નથી

vartmanpravah

સેલવાસમાં એસી રીપેરીંગની દુકાનમાં 10 હજારની ચોરી

vartmanpravah

Leave a Comment