January 16, 2026
Vartman Pravah
કપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

નાની વહીયાળ તા.ધરમપુરમાં ચેકડેમ કમ કોઝવેનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29 : તારીખ. 27/12/2022ને મંગળવારના રોજ તા.ધરમપુરના નાની વહીયાળ ગામે વાંકા ફળીયા મોટી ખનકી પર ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈ પટેલ અને જિલ્લા પંચાયત શાસક પક્ષ નેતા નાની વહીયાળ હાઈસ્‍કૂલના આચાર્ય શ્રી શૈલેશકુમાર આર. પટેલના પ્રયત્‍નો, ભલામણથી ચેકડેમ કમ કોઝવે માટે રૂા.11,97,000 મંજુર કરવામાં આવેલ હતા. જેનુ ખાતમુહૂર્ત જિ.પંચાયત શાસક પક્ષ નેતા શૈલેશકુમાર પટેલ, ભાજપ અગ્રણી બારોલીયા, સરપંચ જિ.પંચાયત સભ્‍ય પતિ શ્રી ગણેશભાઈ બિરારી, સરપંચ શ્રી વિનોદભાઈ પઢેર, માજી તા. પંચાયત સભ્‍યો જયેશભાઈ, નગીનભાઈ, ડેપ્‍યુટી સરપંચ દિનેશભાઈ,વડીલશ્રી જગાભાઈના વરદ હસ્‍તે જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના અધિકાર રુબરુમાં કરવામાં આવ્‍યુ હતું. ચેકડેમ કમ કોઝવે બંધાતા નાની વહીયાળના કેટલાય ખેડૂતોને પાણીની સુવિધા અને ખેતીમાં અવરજવર માટે સુવિધા મળી રહેશે. જેથી ખેડૂતોએ આનંદની લાગણી વ્‍યક્‍ત કરી ધારાસભ્‍યશ્રી અને હોદ્દેદારોનો આભાર માન્‍યો હતો.

Related posts

દીવના દરિયામાં નેવીના જહાજનું આગમન થતા લોકોમાં અનેક તર્કવિતર્કો સર્જાયા

vartmanpravah

ચીખલી તાલુકાની 395 થી વધુ આંગણવાડીમાં શિક્ષણકાર્ય શરૂ થયું

vartmanpravah

વાપી મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

vartmanpravah

વાપી ચલા રોડ ગોલ્‍ડ કોઈન સર્કલ પાસે કાદવમાં 40 જેટલા ટુવ્‍હિલર સ્‍લીપ : કેટલાક હોસ્‍પિટલ ભેગા થયા

vartmanpravah

દમણ પોલીસે નાની દમણ બસ સ્‍ટેન્‍ડ ખાતે એક અજાણ્‍યા વ્‍યક્‍તિની થયેલી હત્‍યાનો માત્ર 72 કલાકમાં ઉકેલેલો ભેદ

vartmanpravah

વલસાડ મેડિકલ કોલેજમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment