April 26, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ન.પા. સી.ઓ.ની બદલીઃ વિરોધીઓએ મનાવેલી ખુશી

મીઠાઈ વહેંચી નાળિયેર અને ફટાકડા ફોડી પાલિકાને ગંગાજળથી શુદ્ધ કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.15: આજથી ત્રણેક વર્ષ અગાઉ પારડી નગર પાલિકા ખાતે ચીફ ઓફિસર તરીકેનો ચાર્જ સંભાળનારા પ્રાચી દોશી પોતાના નોકરીના પહેલા જ દિવસે નગર પાલિકાની સરકારી ગાડીમાં જ્‍યારે કોરોનાનો કહેર ચારેય તરફ ફેલાયેલો હતો એવા સંજોગોમાં કોરોના પોઝિટિવ વ્‍યક્‍તિને સુરતથી પારડી સુધી બેસાડી લાવી વિવાદમાં સપડાયા હતા. ત્‍યારથી આજદિન એમની બદલીના ઓર્ડર સુધી અનેક રીતે વિવાદાસ્‍પદ રહ્યા છે.
પારડી નગપાલિકાનો ચાર્જ સંભાળિયાના શરૂઆતથી જ પ્રમુખ, કારોબારી કે અન્‍ય કોઈ નગરપાલિકા સદસ્‍યોને વિશ્વાસમાં લીધા વિના કે તેઓ સાથે કોઈપણ વિકાસના કામોની ચર્ચા કર્યા વિના પોતાની મનમાની કરી નિર્ણયો લેતા હોય અનેક વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો વિરોધ પક્ષ અને શાસક પક્ષના અનેક સદસ્‍યોએ સામાન્‍ય સભામાં આ ચીફ ઓફિસરને આડે હાથે લઈ સીધેસીધા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા પરંતુ ઉપલી લેવલથી આ ચીફ ઓફિસર પર ચાર હાથ હોય એમ પોતાની મનમાનીથી નિર્ણય લેતા આ ચીફ ઓફિસર એક સમયે રાજ્‍યના ઉચ્‍ચ હોદ્દાના મંત્રીની પણ અવગણના તેઓ કરીચૂકયા હતા.
ગુજરાત રાજ્‍ય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર દ્વારા નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારીઓની બદલીનો ઓર્ડર થતાં પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાચીની બદલી પણ આમોદ નગરપાલિકા ખાતે થતાં પારડી નગરપાલિકાના માજી તમામ સભ્‍યો તથા નાગરિકો ખુશીથી ઝુમી ઉઠ્‍યા હતા અને પારડી નગરપાલિકાના પટાગણમાં જઈ સૌ ભેગા થઈ સૌ પ્રથમ તો વિરોધ પક્ષના બીપીનભાઈ પટેલ દ્વારા નગરપાલિકાના આગણને ગંગાજળ દ્વારા શુદ્ધ કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ મીઠાઈઓ વહેંચી ફટાકડા ફોડી અને 28 જેટલા નાળિયેરો પાલિકાના ગેટ પાસે ફોડી આનંદ વ્‍યક્‍ત કર્યો હતો.
આમ આજરોજ પારડીના ચીફ ઓફિસરની બદલી થતાં માજી તમામ સભ્‍યો તથા નગરજનોએ પારડી નગરપાલિકા ખાતે જઈ મીઠાઈ વહેંચી ફટાકડા ફોડી નાળિયેર ફોડી આનંદ વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દેશની સાથે દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપમાં પણ ‘‘આયુષ્‍માન ભવઃ” કાર્યક્રમનો આરંભ

vartmanpravah

વલસાડ લોકસભા ચૂંટણી ઉમેદવારીના 7 ફોર્મ મંજૂરઃ ભાજપ-કોંગ્રેસએ વાંધા-આક્ષેપ વગર ખેલદિલી દાખવી

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ડેંગ્‍યુ, મેલેરિયા, ટાઈફોડ જેવી બીમારીને ફેલાતી અટકાવવા માટે દવા છંટકાવની શરૂ કરાયેલી કામગીરી

vartmanpravah

મરવડ ગ્રામ પંચાયતના માહ્યાવંશી ફળિયામાં સવારની ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

ચીખલી તાલુકાના ગામોમાં પણ પરવાનગી વિના ચિકન-મટનની દુકાન, ઢાબાઓ ધમધમી રહ્યા છે!

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે સેલવાસમાં અને રવિવારે દમણના કચીગામ ફાર્મ હાઉસની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment