September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં નવિન રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરી પુરઝડપે ચાલી રહી છે : હેવી બિમ ભરવાનો પ્રારંભ

પૂર્વ તરફનો હિસ્‍સો પહેલો તૈયાર થઈ જશે : પશ્ચિમ તરફનો પુલ હજુ ધ્‍વંશ કરવાનો જ બાકી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપી શહેર માટે મહત્‍વાકાંક્ષી યોજના એટલે વાપી પૂર્વ-પશ્ચિમને જોડતો રેલવે ફલાય ઓવરબ્રિજ. જુનો પુલ પાડીને નવો રેલવે પુલ 142 કરોડને ખર્ચે સાકાર થનાર છે તે માટેની પૂર્વ કામગીરી ખુબ આગળ ધપી રહી છે. હાલમાં પૂર્વ તરફનો સંપૂર્ણ બ્રિજ ધ્‍વંશ કરી દેવાયો છે અને નવિન પિલ્લર ભરવાની કામગીરી પુરઝડપે આગળ ધપી રહી છે.
વાપીપૂર્વ-પશ્ચિમને જોડતો અને ટ્રાફિકની સમસ્‍યાના કાયમી નિવારણ માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉત્‍કૃષ્‍ઠ કામગીરી ફલશ્રૃત વાપીને રેલવે ફલાય ઓવરબ્રિજ સાંપડયો છે. ખુબ અધ્‍યતન ટેકનોલોજી સજ્જ નવિન બ્રિજની ડિઝાઈન આગામી 50 વર્ષને ધ્‍યાનમાં રાખીને કરવામાં આવી છે. ઈન્‍ટરસીટીમાં ચઢવા ઉતરવાના કનેક્‍ટ રોડ બન્ને તરફ બનશે. પૂર્વ-પヘમિમાં સરળ અવર જવર થઈ શકાશે. ટ્રાફિકનું કાયમી નિરાકરણ આવશે. જો કે પશ્ચિમનો હિસ્‍સો હજુ પાડવાનો બાકી છે તેથી પૂર્વ તરફનો પુલ વહેલો બની જશે તે તબક્કે પુલ બનાવાશે. તેથી ટ્રાફિકની અવર જવર નિયંત્રિત કરી શકાય. હાલ નગરજનો નોંધનીય સહયોગ આર.ઓ.બી.ની કામગીરીમાં આપી રહ્યા છે. ટ્રાફિકની તકલિફ પણ વેઠી રહ્યા છે.

Related posts

વર્ષો પછી પહેલા વરસાદમાં કેલિયા ડેમ અને જૂજ ડેમ છલકાયાં

vartmanpravah

આ બ્રિજના કામ કયારે પુરા થશે વાપીની જનતાની પરીક્ષા ના લો : વાપી વિચાર મંચે હોર્ડિંગ્‍સ લગાવ્‍યા

vartmanpravah

કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપી ખાતે “ENTREPRENEUR AWARENESS” પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં જુદા જુદા ૩ બનાવોમાં ઍક મહિલા સહિત ૩ના મોત

vartmanpravah

વલસાડ-વાપીમાં શ્રી સિંધી પંચાયત દ્વારા શ્રી ગુરૂનાનકની 554મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment