Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના 177 બાળકોએ ઞ્‍ધ્‍-ત્‍મ્‍ 2022 ની પરીક્ષા આપી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)

વાપી, તા.11: વિકાસ વર્તુળ ટ્રસ્‍ટ, ભાવનગર આયોજિત સામાન્‍ય જ્ઞાન બુધ્‍ધી કસોટી (ઞ્‍ધ્‍-ત્‍મ્‍)-2022 માં શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવના ધો.5 થી 8 ના 177 બાળકોએ તા.11/09/2022 ને રવિવારના રોજ વાપી સલવાવ સેન્‍ટર પર પરીક્ષા આપી હતી.વિકાસ વર્તુળ ટ્રસ્‍ટ, ભાવનગર દ્વારા રાજ્‍યવ્‍યાપી સામાન્‍ય જ્ઞાન બુધ્‍ધી કસોટી (ઞ્‍ધ્‍-ત્‍મ્‍)-2022 ની પરીક્ષાનું આયોજન થયું હતું. જેમાં મેં. ટ્રસ્‍ટી. પૂ. કપીલ સ્‍વામીના દિશાસૂચન, ડાયરેક્‍ટર ડો. શૈલેશ લુહાર તથા ડાયરેક્‍ટર શ્રી હિતેન ઉપાધ્‍યાય અને આચાર્યશ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ આ પરીક્ષામાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવના ધો. 5 થી 8 ના 177 બાળકોએ ભાગ લીધો હતો. આજના આ સ્‍પર્ધાત્‍મક યુગમાં બાળકોમાં પાઠ્‍યપુસ્‍તક શિક્ષણ ઉપરાંત બાહ્ય સામાન્‍ય જ્ઞાનમાં વધારો થાય અને પ્રાથમિક કક્ષાથી જ ભવિષ્‍યમાં આવનાર વિવિધ એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ, સિવિલ સર્વિસ પરીક્ષાઓ માટે સજ્જતા કેળવે તે ઉદેશ્‍યથી આ પરીક્ષાનું આયોજન થતું હોય છે. આ પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન, તર્કશાષા, અર્થશાષા,, બેન્‍કિંગ, કોમ્‍પ્‍યુટર જેવા વિષયો આવરી લેવામાં આવે છે. આ પરીક્ષા જાગૃત વાલીઓએ સહકાર આપી પોતાના બાળકોને આ પરીક્ષા માટે પ્રોત્‍સાહિત કર્યા તે બાબત પણ નોંધનીય બની રહી હતી. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

Related posts

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા સ્‍વર કોકિલા ભારતરત્‍ન આદરણીય સ્‍વ.લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

કેન્‍દ્રીય બજેટમાં ખેડૂતલક્ષી યોજનાઓથી દેશનો સર્વાંગી વિકાસ થશે : પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

વલસાડ જિલ્લામાં 25-26મીએ કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે જીગ્નેશ બારીની સર્વાનુમતે વરણી

vartmanpravah

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દમણમાં એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા પક્ષીઓ બચાવો અભિયાન યોજાયું

vartmanpravah

દમણના યુવા નેતા તનોજ પટેલે રસ્‍તે રઝળતા ગૌવંશના પ્રશ્નને ઉકેલવા બતાવેલો નવતર પ્રયોગ

vartmanpravah

Leave a Comment