September 23, 2026
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા પક્ષના 138મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

ધ્‍વજવંદન સાથે આવનારા સમયમાં પક્ષને કેવી રીતે મજબુત કરવો તેનો દૃઢ નિર્ધાર કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29 : વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા પક્ષના મધ્‍યસ્‍થ કાર્યાલયમાં કોંગ્રેસ પક્ષના 138મા સ્‍થાપના દિનની આજે ગુરૂવારે 10 કલાકે ઉજવણી કરવામાં આવીહતી. આવનારા સમયમાં પક્ષને કેવી રીતે મજબુત કરવો તેનો દૃઢ નિર્ધાર ધ્‍વજવંદનની સાથે કરવામાં આવ્‍યો હતો.
કોંગ્રેસના સ્‍થાપના દિનની ઉજવણીમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, ઉપ પ્રમુખ ધર્મેશ ઉર્ફે ભોલા પટેલ, મહામંત્રી ગીરીશભાઈ દેસાઈ, વલસાડ તા. કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ પટેલ, પારડી તા. કોંગ્રેસ પ્રમુખ રમેશ પટેલ, ઉમરગામ તા. કોંગ્રેસ પ્રમુખ ફુલજીભાઈ પટેલ, પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલ સહિત પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો કોંગ્રેસ સ્‍થાપના દિન ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા. આગામી સમયે 01 જાન્‍યુઆરીથી 2023થી ભારત જોડો યાત્રા હાથ સે હાથ જોડો યાત્રાનું સફળ આયોજન કરવાનો નિર્ધાર કરવામાં આવ્‍યો હતો.

Related posts

વાપી દમણગંગા ટાઈમ્‍સ દૈનિકના સંસ્‍થાપક- તંત્રી એન.વી. ઉકાણીનું નિધન

vartmanpravah

ચીખલીના સમરોલીની સ્‍વામિનારાયણ સ્‍કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા પરિણામ

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા 15મી ઓગસ્‍ટે સ્‍વતંત્રતા દિન સમારંભ મોટી દમણ લાઈટ હાઉસ બીચ ખાતે યોજાશેઃ 9 વાગ્‍યે ધ્‍વજારોહણ

vartmanpravah

સ્‍વાધ્‍યાય પરિવારના લાખો યુવાનોના સ્વૈચ્છિક સહભાગથી પથનાટય દ્વારા ઉજવાઈ રહેલી જન્‍માષ્‍ટમી

vartmanpravah

સંઘપ્રદેશમાં ડીડીડી એડવાન્‍સ બોક્‍સિંગ એસોસિએશનની સ્‍થાપનાઃ સ્‍થાપક પ્રમુખ બનેલા શિવમકુમાર પટેલ

vartmanpravah

પ્રિ-સુબ્રતો મુખર્જી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટની બોયઝ અંડર 14માં ચેમ્‍પિયન બનેલી મોટી દમણ સ્‍કૂલ

vartmanpravah

Leave a Comment