April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શિક્ષણ વિભાગ અનેડાયટના ઉપક્રમે આયોજીત સંઘપ્રદેશના નવનિયુક્‍ત પીજીટી-ટીજીટી શિક્ષકોના 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું સમાપન

નવનિયુક્‍ત શિક્ષકોને શિક્ષણ કાર્યને આનંદદાયક તથા વિદ્યાર્થીલક્ષી કેવી રીતે બનાવવું તેના સંદર્ભમાં પણ આપવામાં આવેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં નવનિયુક્‍ત સરકારી પીજીટી અને ટીજીટી શિક્ષકો માટે પ્રદેશના શિક્ષણ વિભાગ અને પ્રશિક્ષણ સંસ્‍થા દ્વારા શરૂ કરાયેલા 10 દિવસીય ઈન્‍ડક્‍શન પ્રશિક્ષણ કાર્યક્રમની પૂર્ણાહૂતિ આજે દાનહની ફલાંડી હાઈસ્‍કૂલ ખાતે સંપન્ન કરવામાં આવી હતી.
10 દિવસ ચાલેલા ઈન્‍ડક્‍શન પ્રશિક્ષણ કાર્યક્રમમાં નવનિયુક્‍ત શિક્ષકોને તેમની પ્રશાસનિક ફરજ અને શૈક્ષણિક દાયિત્‍વની સમજ આપવામાં આવી હતી. પ્રશિક્ષણમાં શિક્ષકોને વિવિધ શૈક્ષણિક રીત-રસમોથી વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્‍યું હતું. શિક્ષણ કાર્યને આનંદદાયક તથા વિદ્યાર્થીલક્ષી કેવી રીતે બનાવવું તેના સંદર્ભમાં માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમની પૂર્ણાહૂતિનો સમારંભ સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી પરિતોષ શુક્‍લાના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો. જેમાં સરકારી શાળામાં શિક્ષકો તરીકે પસંદ થવા બદલ શિક્ષણ વિભાગે અભિનંદન પાઠવી નવનિયુક્‍ત શિક્ષકોને પ્રશિક્ષણપ્રમાણપત્ર અને નિયુક્‍તિ પત્ર વિભાગ દ્વારા સુપ્રત કરવામાં આવ્‍યા હતા.
જિલ્લા શિક્ષણ અને પ્રશિક્ષણ સંસ્‍થા(ડાયટ)ના પ્રિન્‍સિપાલ શ્રી આઈ.વી.પટેલે નવનિયુક્‍ત શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવેલ સાંસ્‍કૃતિક કાર્યક્રમ અને શિક્ષણ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ દરેકનું અભિવાદન કર્યું હતું. પ્રશિક્ષણ કાર્યક્રમનું સંચાલન ડાયટ દમણના વ્‍યાખ્‍યાતા અને બી.આર.પી., સી.આર.સી.ના સહયોગથી કરવામાં આવ્‍યું હતું.

Related posts

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક મળી

vartmanpravah

વાંસદા તાલુકાના વાઘાબારીની યુવતિને લગન્ની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડી દેનાર ફડવેલના યુવક વિરૂધ્ધ નોંધાવેલી

vartmanpravah

વાપીમાં વાહન ચોરી કરતી આંતરરાજ્‍ય ગેંગના ત્રણ ઝડપાયા : 8 ગુનાના ભેદ ઉકેલાયા

vartmanpravah

વાપીના છરવાડા પંચાયતના કથિત ભ્રષ્‍ટાચારને માજી સરપંચએમાહિતી અધિકાર હેઠળ 7 વાર અરજી કરી

vartmanpravah

દમણ ન.પા. દ્વારા રૂા.25માં સારી ક્‍વોલીટીના રાષ્‍ટ્રધ્‍વજનું થનારૂં વેચાણ

vartmanpravah

વલસાડ લીલાપોરમાં 100 વર્ષ પૌરાણિક વડનું ઝાડ ધરાશાયી : વીજ ડીપી, ટેમ્‍પો અને દુકાન દબાયા

vartmanpravah

Leave a Comment