December 2, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા વિધાનસભા વિસ્તારમાં નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરાયેલું ખાતમુહૂર્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા વિસ્‍તારમાં કપરાડા તાલુકાના વડખંભા પારડી તાલુકાના અરનાલા અને ધગળમાળ ગામે રૂા.31 લાખના ખર્ચે નિર્માણ થનાર પેટા આરોગ્‍ય કેન્‍દ્રના મકાનનું ખાતમુહૂર્ત જીતુભાઈ એચ. ચૌધરી ધારાસભ્‍ય કપરાડા વિધાનસભા પૂર્વ રાજ્‍યકક્ષા મંત્રીશ્રી, કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠાના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.


જીતુભાઈ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના નેતૃત્‍વ કેન્‍દ્રની સરકાર હોય કે રાજ્‍યની સરકાર ગુજરાતનામુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં વિસ્‍તાર ગ્રામ્‍ય વિસ્‍તારમાં લોકોને ઘર આંગણે આરોગ્‍ય-તબીબી સુવિધા અને માર્ગદર્શન મળે તો માટે સવિશેષ કાળજી સરકાર દ્વારા લેવામાં આવેલ છે. જ્‍યારે બાળક તંદુરસ્‍ત હોય તો ઘર તંદુરસ હોય પરિવાર અને પરિવાર હોય તો ગામ અને ગામ હોય તો રાજ અને રાજ તંદુરસ્‍ત હોઈ છે. ત્રણ જગ્‍યા 31 લાખ રૂપિયાના મકાનો મંજુર કરવામાં આવ્‍યા છે. પેટા આરોગ્‍ય કેન્‍દ્રમાં સગર્ભા હોય ત્‍યારથી સરકાર ચિંતા કરે કે એનું બાળક તંદુરસ્‍ત આવે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્‍ધ હોય છે.


જિલ્લા આરોગ્‍ય અધિકારી રાઠોડ દ્વારા આરોગ્‍યની સેવા અંગે વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી.
એક જ છતને નીચે તમામ પ્રકારની સેવાઓ લાભાર્થીને મળી જાય એનો જે અભિગમ છે એના માટે પેટા આરોગ્‍ય કેન્‍દ્ર મકાનના ખાતમુહૂર્ત પ્રસંગ છે. દરેક વ્‍યક્‍તિ પોતાના જીવનનો આનંદ લઈ શકે એ માટે સરકાર કટિબંધ હોય છે. કોઈ પણ સ્‍થળ પર જન્‍મ થાય ત્‍યારથી તેને છેલ્લે સુધી તબક્કાવાર સરકાર મદદરૂપ થાય છે. આજે ગ્રામ્‍ય લેવલે છે અને 110 પ્રકારની દવાઓ રોગોની સારવાર આપણે કરીએ છીએ. સાત પ્રકારની લેબોરેટરી સર્વિસ આપણે આપીએ છીએ. રસીકરણ કરવાનું અને રસીકરણ પછી બાળક શાળામાં જ્‍યારે આવે ત્‍યારે જે પોષણસંબંધી સુધી વૃદ્ધાવસ્‍થામાં આવે ત્‍યાં સુધી તંદુરસ્‍ત રીતે પગ પર ઉભા રહીને પોતાનું જીવન સારુ પસાર કરે એના માટે આપણી સરકાર સેવા માટે તત્‍પર રહે છે.
પેટા આરોગ્‍ય કેન્‍દ્રના ખાતમુહૂર્ત પ્રસંગે પારડી તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા શૈલેષભાઈ પટેલ, પૂર્વ સરપંચ સરિતા પટેલ, ગામના અગ્રણી અને સામાજિક કાર્યકર રોહીન સૂઈ, સતિષ પટેલ, હસમુખભાઈ પટેલ, દલપતભાઈ પટેલ મહિલા પ્રમુખ ભાજપ પારડી કલ્‍પના પટેલ, પૂર્વ સરપંચ શરદભાઈ ગાંગોડા, રાજુભાઈ આહીર, જીજ્ઞેશભાઈ, ધગળમાળ સરપંચ અંકિતાબેન, શાળાના આચાર્ય, તલાટી કમ મંત્રી, આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ, ગામના અગ્રણી આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી ગુંજનમાંથી ફોન સ્‍નેચિંગ કરતા બે લબર મુછીયા ઝડપાયા : મોપેડ અને ત્રણ મોબાઈલ પોલીસે જપ્ત કર્યો

vartmanpravah

શરૂઆતમાં પોર્ટુગીઝ સરકારે પેશવા સરકાર દ્વારા નિમાયેલા દલાલો મારફતે જ કર વસૂલાત ચાલુ રાખી હતી

vartmanpravah

મંગળવારે દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં મોટાપાયે પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમને માણવામાં આવ્‍યો

vartmanpravah

વાંસી બોરસીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આગમન પૂર્વે સાંસદ સી.આર.પાટીલે સભા સ્‍થળની વિઝિટ લીધી

vartmanpravah

Leave a Comment