December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રદેશ ભાજપ અનુ.જનજાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી રમેશ તાવડકરે દાનહની લીધેલી મુલાકાત

આગામી2024ની લોકસભાની ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેની તૈયારીઓ બાબતે જાણકારી મેળવી પદાધિકારીઓ, કાર્યકરોને આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ,તા.30 : ભારતીય જનતા પાર્ટીના સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણ-દીવના અનુસૂચિત જનજાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી અને પ્રભારી, ગોવા વિધાનસભાના સ્‍પીકર તેમજ કેનાકોના વિધાનસભા મત વિસ્‍તારના ચાર ટર્મના ધારાસભ્‍ય શ્રી રમેશ તાવડકર આજે દાદરા નગર હવેલી દમણ-દીવની મુલાકાતે આવ્‍યા હતા. આ પ્રસંગે સેલવાસ સ્‍થિત ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે શ્રી રમેશ તાવડકરની ઉપસ્‍થિતિમાં દાદરા નગર હવેલી ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાની એક બેઠકનું આયોજ કરવામાં આવ્‍યું હતું.

બેઠકની શરૂઆત દીપ પ્રાગટય કરી વંદે માતરમ્‌ ગાન સાથે કરવામાં આવી હતી. સ્‍વાગત પ્રવચનમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાજપ એસ.ટી. મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી રમેશભાઈ કડુએ જિલ્લા અને પ્રદેશ સંગઠનની વિસ્‍તૃત જાણકારી આપી હતી. જ્‍યારે પ્રદેશ પ્રભારી શ્રી હિતેશ લાડે સંગઠનમાં મંડળ લેવલે માળખાકીય સુધારા બાબતની જાણકારી આપી હતી.

સંઘપ્રદેશની મુલાકાતે આવેલા શ્રી રમેશતાવડકરે સૌપ્રથમ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માતૃશ્રી હિરાબાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. બાદ તેમણે પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આદિવાસી સમુદાયના વિકાસ માટે જે યોજનાઓ બનાવી છે અને આ યોજનાઓના માધ્‍યમથી વ્‍યવસ્‍થાઓ ઊભી કરવામાં આવી છે તેનાથી દેશના તમામ વિસ્‍તાર, પ્રદેશના આદિવાસીઓ તથા અન્‍ય તમામ જનતા માટેના વિકાસના કાર્યો સાકાર થઈ રહ્યા છે. તેમણે આવનાર 2024ની લોકસભાની ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેની તૈયારીઓ બાબતે પણ ઉપસ્‍થિત પદાધિકારીઓ, કાર્યકરોને માર્ગદર્શન આપ્‍યું હતું.

બેઠકની શરૂઆત પહેલાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માતૃશ્રી હિરાબાનું દુઃખદ અવસાન થવાથી બે મિનિટનું મૌન પાળીને સંવેદના પ્રગટ કરવામાં આવી હતી.

આ બેઠકમાં દાદરા નગર હવેલી અને દમણ-દવી ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકર, પ્રદેશ ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના અધ્‍યક્ષ શ્રી રમેશભાઈ કડુ, શ્રી ઉપાધ્‍યાય ગુલાબ કિનરી, શ્રી દિલીપ બોરસા, શ્રી ભાવિક હળપતિ, શ્રી વિક્રમ હળપતિ, શ્રી સુમનભાઈ વરઠા, શ્રી વિજય ભોયા, શ્રીમતી રમીલા પટેલ, શ્રી કલ્‍પેશ ધોડી, શ્રી રઘુનાથ ચૌધરી, શ્રી પ્રભુ વરઠા, સેલવાસ શહેર-જિલ્લાઅધ્‍યક્ષ શ્રી મનોજ દયાત, મહામંત્રી શ્રી મહેશ આંધેર, ખાનવેલ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કિશન દોડીયા, દમણ જિલ્લા અનુ.જનજાતિ અધ્‍યક્ષ શ્રી દિનેશ ધોડી, સેલવાસ જિલ્લા ગ્રામીણ અનુ.જનજાતિ અધ્‍યક્ષ શ્રી હિતેશ પટેલ તથા પ્રદેશ કમિટીના સભ્‍યો તથા ભાજપના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

બેઠકનું સફળ સંચાલન પ્રદેશ અનુ.જનજાતિ મોરચાના આઈ.ટી. અને સોશિયલ મીડિયા સંયોજક શ્રી અશ્વિન પટેલે કર્યું હતું.

Related posts

વલસાડ આરટીઓ કચેરી દ્વારા પારડીની શાળામાં રોડ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીના ચલા ખાતે સન રેસીડેન્‍સીમાં પારિવારિક માહોલ સાથે નવરાત્રીનું ભવ્‍ય આયોજન

vartmanpravah

ધરમપુરના નગારિયામાં ‘‘વારસો મારા ફળિયાનો” પુસ્‍તકનું વિમોચન કરાયું

vartmanpravah

મુંબઈ થી દિલ્‍હી જવા નીકળેલ મિત્રોની કાર ગુંદલાવ હાઈવે પર ટ્રકમાં ઘુસી જતા અકસ્‍માત સર્જાયો : 3 ઘાયલ

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકની રાજકીય પક્ષો સાથે બેઠક મળીઃ ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા

vartmanpravah

સંઘપ્રદેશના ઇતિહાસમાં પહેલી વખત દેશના રાષ્‍ટ્રપતિ નરોલી ગામમાં પોતાના પગલાં પાડશે

vartmanpravah

Leave a Comment