Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસ

થર્ટીફર્સ્‍ટની પૂર્વ સંધ્‍યાએ પારડી પોલીસનો સપાટો

કલસર ચેક પોસ્‍ટથી આશરે 100 જેટલા પિધ્‍ધડોને પકડતી પારડી પોલીસ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.30 : વલસાડ જિલ્લા પોલીસની સૂચના અનુસાર દર વર્ષે થર્ટીફર્સ્‍ટ ડિસેમ્‍બરે મહારાષ્‍ટ્ર તથા સંઘ પ્રદેશની તમામ ચેક પોસ્‍ટો તથા અન્‍ય નાકાઓ સીલકરી સઘન ચેકિંગ હાથ ધરી સંઘપ્રદેશમાંથી નશો કરી આવનારાઓને ઝડપી એમની સામે સખત કાર્યવાહી કરવામાં આવે છે.
આ વર્ષે પણ પારડી પોલીસે થર્ટીફર્સ્‍ટ પૂર્વે તમામ તૈયારીઓ કરી દીધી છે અને આવા પિધ્‍ધડો તથા દારૂ લઈ આવવાના માટે પારડી ખાતે પ્રજાપતિની વાડી બુક કરવામાં આવી છે અને તેઓના તાત્‍કાલિક કોરોના ટેસ્‍ટ માટે વાડી પર જ ડોક્‍ટરો તથા મેડિકલ ટીમ તૈયાર રાખી ત્‍યાં જ એમનો કોરોના રિપોર્ટ પણ તૈયાર કરી એમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ વર્ષે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી 31ની પૂર્વ સંખ્‍યાએ જ કલસર ચેક પોસ્‍ટ પર સઘન ચેકિંગ હાથ ધરી આશરે 100 થી વધુ પિધ્‍ધડોને ઝડપી પાડી દારૂ શોખીનોમાં ફડફડાટ ફેલાવી દીધો છે.

Related posts

વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા ધરમપુરમાં એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ સરીગામ ભીલાડ દ્વારા મેગા ફ્રી મેડિકલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દીવ રમત ગમત વિભાગ દ્વારા ત્રણ દિવસીય પ્રી-સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળ દ્વારા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું આયોજન

vartmanpravah

પારડી હાઇવે ઉપર મોડી રાત્રે કન્ટેનર અને બે ટેમ્પા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા ઈ-માલખાના પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment