Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવનો 39મો વાર્ષિકોત્‍સવની ભવ્‍ય ઉજવણી માટે તડામાર તૈયારી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
સલવાવ તા.02: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ (વાપી) નો 39મો દ્વિદિવસીય વાર્ષિકોત્‍સવ આગામી તારીખ 6-1-2023 શુક્રવાર અને તારીખ 7-1-2023 શનિવારના રોજ બંનેદિવસ સાંજે 5 કલાકે યોજાશે. આ પ્રસંગે ‘વેદોહમ’ અને ‘શિવોહમ’ થીમ ઉપર વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા સુંદર રંગારંગ રસોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમમાં રાજ્‍યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયા, રાજ્‍યભરમાંથી સંતો, મહંતો આગેવાનો તથા મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહેશે.
સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજીના માર્ગદર્શન હેઠળ આ 39માં વાર્ષિકોત્‍સવ ઉજવણી માટે હાલ તડામાર તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમાં વિશેષ મહાનુભાવોના સન્‍માન, સમાજમાં વિશેષ સ્‍થાન પ્રાપ્ત કરનાર સંસ્‍થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્‍માન, સંસ્‍થાના વિતેલા વર્ષમાં ઉચ્‍ચ ગુણાંકન સાથે વિશેષ યોગ્‍યતા હાંસલ કરનાર તેજસ્‍વી તારલાઓના સન્‍માન કરી પ્રોત્‍સાહિત કરાશે. 1700 ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરયેલા સાંસ્‍કળતિક કાર્યક્રમ જેમાં પ્રથમ દિવસે ‘‘વેદોહમ” અને બીજા દિવસે ‘‘શિવોહમ” આપણી ભારતીય સંકૃતિની ઝાંખી કરાવતા રસોત્‍સવની પ્રસ્‍તુતિ કરાશે.
આ પ્રસંગે સંત દર્શન સાથે ઉત્‍સવને માણવાનો લહાવો લેવા જાહેર ઈજન અપાયું છે.

Related posts

દાનહના ગલોન્‍ડાઅને કૌંચા ગ્રા.પં.ના સભ્‍યની પેટા ચૂંટણીમાં શિવસેના સમર્થિત ઉમેદવારોનો ભવ્‍ય વિજય

vartmanpravah

સેલવાસના પ્રવેશદ્વાર પીપરીયા પુલ પાસે જ ગંદકીનું સામ્રાજ્‍ય

vartmanpravah

વહેલી સવારે પારડી ચંદ્રપુર હાઈવે પર ડમ્‍પર અને કન્‍ટેઈનર વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માતઃ કન્‍ટેઈનર ચાલકનું મોત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી નગર પાલીકાની નવી ચૂંટાયેલી પાંખની બેઠક 1પ ડિસે. મળશે : પ્રમુખ અને ઉપ પ્રમુખ માટે નામો ચર્ચામાં

vartmanpravah

વાપી છીરીમાં ડમ્‍પરે બાઈકને ટક્કર મારી દેતા બાઈક સવાર પિતાનું મોત : પુત્ર ઉગરી ગયો

vartmanpravah

Leave a Comment