(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: ૭મો પોષણમાહની ઉજવણીના થીમ મુજબ એનિમિયા ,પુરક ખોરાક,વૃધ્ધિ દેખરેખ, અને પોષણ ભી પઢાઇ ભી આ મુજબ વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ,આઇ.સી.ડી.એસ શાખા,વાપી તાલુકા પંચાયત કચેરી ખાતે પોષણમાસ પુર્ણાહુતિ કાર્યક્રમ રાખવામાં આવેલ, જે કાર્યક્રમને તાલુકા પ્રમુખશ્રી મનોજભાઇ અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષશ્રી મિતેશભાઇ ,સેલ્બી હોસ્પીટલના બાળકોના પીડયાટ્રીસ્ટ ડૉ. નેહાબેન રાણા અને બાળ વિકાસ યોજના અધિકારીશ્રી રીટાબેન સી. પટેલ દ્વારા દીપ પ્રાગત્ય કરવામાં આવેલ.
સેલ્બી હોસ્પીટલના બાળકોના પીડયાટ્રીસ્ટ ડૉ. નેહાબેન રાણા તરફથી કુપોષણ થવાના કારણો જણાવવામાં આવેલ અને સીડીપીઓ રીટાબેન સી. પટેલ તરફથી ICDSની વિવિધ યોજનાઓ અંગે અને રાધવાની પધ્ધતિ અને સ્વચ્છતા વિશે જણવવામાં આવેલ.
આ કાર્યક્રમમાં આખા માસ દરમ્યાન વિવિધ થીમ મુજબ આંગણવાડી કાર્યકરો તેમજ ICDS સ્ટાફ મારફતે ગણેશ ઉત્સવ દરમ્યાન કિશોરી ઉજવણી દરમ્યાન, મંગળ દિવસે, શનિવાર તેમજ મમતા દિવસ દરમ્યાન PHC, CHC ના સંકલન થી સગર્ભા માતા,ધાત્રી માતા,કિશોરી,બાળકોની આરોગ્ય તપાસ, અને HB તપાસ કરાવવામાં આવેલ અને જેમનું HB વધુ હોય એવી કિશોરીઓને ઇનામ પણ આપવામાં આવેલ અને બાળ તંદુરસ્તી હરીફાઇ,વાનગી નિદર્શન,કિશોરી પ્રશ્નોતરી,રંગોળી હરીફાઇ,રેલી સ્વચ્છતા મિત્ર હરિફાઇ એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવેલ આમ વિવિધ પ્રવૃતિઓ કરવવામાં આવેલ.અને સગર્ભા – ધાત્રીમાતા તંદુરસ્તી હરિફાઇમાં પોષણ કીટ વિતરણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં કાર્યકરોની વાનગી હરીફાઇ યોજવામાં આવેલ જેમાં મિલેટ્સ અને THR માંથી બનતી વિવિધ વાનગીઓ બનવવામાં આવેલ જેમાથી ઘટક – ૧ ને THR માંથી બનતી વાનગીઓ અને ઘટક – ૨ ને મિલેટ્સ માંથી બનતી વાનગીઓ બનાવેલ જેમાં સેજા કક્ષાએ પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે આવનાર બહેનોની ઘટક કક્ષાએ હરિફાઇ રાખવામાં આવેલ આવેલ જેમાંથી ઘટક – ૧ અને ઘટક – ૨ ના પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે આવનાર બહેનોને પ્રોત્સાહન મળી રહે એ હેતુથી ઇનામ વિતરણ કરવામાં આવેલ.
આ પોષણમાહ તરીકે પોષણમાસ પુર્ણાહુતિ કાર્યક્રમમાં સપ્ટેમ્બર માસ દરમ્યાન કરેલ પ્રવૃતિ દ્વારા લોકોમાં વધુ જાગૃતિ જોવા મળે અને લોકો જંકફૂડના બદલે સારો પોષણ આહાર મેળવે એ હેતુથી એક પ્રયાસ કરવામાં આવેલ.
આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા આવેલ મહેમાનો, ICDS સ્ટાફ,તેમજ આંગણવાડી કાર્યકરો, સગર્ભા-ધાત્રી,કિશોરી તેમજ બાળકોનો આભારમાની કાર્યક્રમ પુર્ણ કરવામાં આવેલ.