Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં ધોધમાર વરસાદઃ 24 કલાકમાં 13.50 ઈંચ વરસેલો વરસાદ

  • સમસ્‍ત સંઘપ્રદેશ જળમગ્નઃ દમણમાં પણ 8.13 ઈંચનો નોંધાયેલો વરસાદ

  • દાનહમાં ઠેર ઠેર પાણી ભરાવાની સામે આવી રહેલી સમસ્‍યાઃ દમણમાં આ વખતે પાણી ભરાવાની દેખાતી નહીંવત સમસ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ/સેલવાસ, તા.14

આજે સવારે 8 વાગ્‍યા સુધીના 24 કલાક દરમિયાન દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે 13.50 ઈંચ અને ખાનવેલમાં 11.25 ઈંચ તથા દમણમાં 8.13 ઈંચ વરસાદ ખાબકતાં સમગ્ર પ્રદેશ જળમગ્ન બનવા પામ્‍યો હતો. તેમાં પણ સેલવાસમાં પડેલા 13.50 ઈંચ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્‍યા સામે આવી હતી. જ્‍યારે દમણમાં ખાસ કરીને આ વખતે અત્‍યાર સુધી પાણી ભરાવાની મોટી સમસ્‍યા ઉભી થઈ નથી. જિલ્લા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ દ્વારા કરાયેલા આયોજનના પગલે અત્‍યાર સુધી દમણ જિલ્લામાં ઝાડ પડવાથી માંડી ઈલેક્‍ટ્રીક પોલ ધરાશાયી કે વાંકો બનવાની સામે આવેલી ઘટનાનો નિકાલ યુદ્ધ સ્‍તર ઉપર થતાં લોકોને રાહત જોવા મળી રહી છે. પ્રદેશના ત્રણેય જિલ્લામાં અત્‍યાર સુધી દમણમાં સૌથી વધુ સિઝનનો વરસાદ કુલ 1503.6 એમએમ એટલે કે 60.14 ઈંચ જેટલો વરસાદ પડી ચુક્‍યો છે. દમણમાં લગભગ સરેરાશ 100ઈંચ જેટલો વરસાદ પડતો હોય છે.  જ્‍યારે સેલવાસમાં 59.48 ઈંચ અને ખાનવેલમાં 1286 એમએમ એટલે કે 51.44 ઈંચ વરસાદ અત્‍યાર સુધી નોંધાયો છે.

દાદરા નગર હવેલીમાં ખાબકેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા દશ દરવાજા ખોલવામાં આવ્‍યા છે. દમણગંગા નદી છલોછલ ભરાઈ જવાને કારણે રિવરફ્રન્‍ટ ડૂબી ગયો હતો. સેલવાસ-નરોલી રોડનો એક તરફનો પુલ હાલમાં પણ બંધ રાખવામાં આવ્‍યો છે. સેલવાસ શહેરી વિસ્‍તારમાં કેટલીક સોસાયટીમા પાણી ભરાઈ ગયા હોવાને કારણે આરડીસી સુશ્રી ચાર્મી પારેખ, પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ સહિત ટીમે મુલાકાત લઈ પાણીના નિકાલ માટે યોગ્‍ય પગલાં લેવામાં આવ્‍યા હતા. ગામડાઓમાં સાયલી, સીલી, દપાડા સહીત કેટલાય ગામોમાં પાણી ભરાઈ જતા પ્રશાસનની ટીમ પહોંચી સ્‍થાનિકોને યોગ્‍ય સહાય કરવાનો પ્રયાસ કરવામા આવ્‍યો હતો. દપાડા ગામે ચીંચપાડા ખાતે દમણગંગા નદીના પાણી ગામમાં આવી ગયા હોવાની માહિતી મળતા જ ખાનવેલ આરડીસી, મામલતદાર અને એમની ટીમ પહોંચી ત્‍યાંના સ્‍થાનિક 15 જેટલા લોકોનું રેસ્‍ક્‍યુ કરી નજીકની શાળામાં રહેવાની સગવડ કરવામાં આવી હતી. એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણા અને એમની ટીમે પણ ગામડાઓમાં જ્‍યાં જ્‍યાં પાણી ભરાયા હતા તેવાવિસ્‍તારની મુલાકાત લીધી હતી. ભારે વરસાદથી મધુબન ડેમનું લેવલ સવારે 72.20 મીટર નોંધાયું હતું. ડેમમાં પાણીની આવક 178116 ક્‍યુસેક અને પાણીની જાવક 123111 ક્‍યુસેક નોંધાઈ હતી. સાંજે ડેમનું લેવલ 71.80 મીટર અને ડેમમાં પાણીની આવક 90344 ક્‍યુસેક અને પાણીની જાવક 103722 ક્‍યુસેક નોંધાઈ હતી.

Related posts

વાપી શહેર કોંગ્રેસ કોરોના મૃતકોને પ0 હજાર નહી પણ 4 લાખ વળતર માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

vartmanpravah

‘રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંઘ’ સેલવાસ દ્વારા પથ સંચલન કરાયું

vartmanpravah

ભીલાડ નંદીગામ ચેકપોસ્‍ટ પર ફલાઈંગ સ્‍ક્‍વોર્ડની ટીમે રૂા. 4,87,900ની રોકડ જપ્તકરી

vartmanpravah

ધગડમાળના ખાડાએ સોનવાડાના યુવાનનો લીધો ભોગ: પિતાની છત્રછાયા ગુમાવતી બે માસુમ બાળકીઓ

vartmanpravah

પ્રાદેશિક કમિશનર, ડૉ.ડી.ડી. કાપડિયા આઈએએસની અધ્‍યક્ષતામાં વાપી વીઆઈએ અને નગરપાલિકાની સંયુક્‍ત મિટિંગ યોજાઈઃ પાલિકા એસટીપી ટ્રીટેડ પાણીની ચર્ચા કરાઈ

vartmanpravah

પારડીમાં પોલીસ અને ચોરો વચ્‍ચે સંકલન હોવાની લોકોમાં કાનાફુસી: ચોરોને ઝભ્‍ભે કરવામાં પોલીસ નિરંતર સદંતર નિસફળ : પારડીમાં ધોળે દિવસે પણ ચોરો સક્રિય

vartmanpravah

Leave a Comment