April 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં નલ સે જલ યોજના હેઠળ કેટલાક મહિનાઓથી ચંદ્રનું ગ્રહણ લાગતા પ્રજામાં પીવાના પાણીનો કકળાટ

કેટલાક ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત છેવાડાના ઘરે ઘરે નળ કનેકશન પાણી ધીમી ધારે આવી રહ્યા હોય એવા દૃશ્‍યો જોવા મળ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં સરકારશ્રીની ‘નલ સે જલ’યોજનાને ગ્રહણ લાગ્‍યું હોઈ તેમ ગામે ગામ યોજના બંધ પડી જવા પામી છે. નલ સે જલ યોજનામાં માત્ર રૂપિયાનો બે ફામબગાડ થતો હોવાનું ફલિત થતું દેખાઈ રહ્યું છે, લોકોના મુખે એકજ અવાજ ઉઠી રહ્યો છે પાણી યોજનામાં પણ ગોબાચારી થાય છે કે શું એવું લોકોના મુખે ભારે ચર્ચાસ્‍પદ બનવા પામ્‍યું છે. સરકારશ્રીની યોજના ઘરે ઘર નલ સે જલ નળના સંકલ્‍પ સાથે સરકાર આગળ છેવાડાના માનવી સુધી ઝડપથી વધી રહી છે ત્‍યારે દરેક ઘર સુધી પીવાના શુદ્ધ પાણી પહોંચે તેવા હેતુથી નલ સે જલ યોજના અંતર્ગત દરેક ઘરે પાઇપ લાઇન દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે ત્‍યારે તાલુકાના કેટલાક ગામોમાં નલ સે જલ યોજના કેટલાક મહિનાઓથી કામ પૂર્ણ નહીં થતા પ્રજાજનોના મુખે એકજ ચર્ચા જોર પકડી રહી છે નલ સે જલ યોજનામાં પણ ગોબાચારી થઈ શકે ખરી?
નલ સે જલ યોજના અંતર્ગત પાણીની પાઈપ લાઈન જમીનના કેટલાક ફૂટ ખોદકામ કરી નીચેથી પાઈપ લાઈન નાંખવાની હોઈ છે પરંતુ કેટલાક ગામોમાં પાણીની પાઇપ લાઇન જમીનના એકાદ વેંત કે પછી અડધો ફૂટ ખોદી પાણીની પાઈપ લાઈન ઉપરથીજ પસાર કરવામાં આવતા ખોદકામ ઉંડાણમાં નહિ કરતા હોવાથી નાના મોટા વાહનો પસાર થતા પાણીની પાઈપ લાઈન તૂટી જવા પામી છે જેના લીધે કેટલાક ગામોમાંકામ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે એના લીધે કેટલાક ગામોમાં નલ સે જલ યોજનાની કામગીરી અધુરી રહી જવા પામી છે, તો કેટલાક ગામોમાં પાણીની પાઈપ લાઈન દોડાવવા માટે જમીનના ઝઘડામાં રહી જવા પામ્‍યું હોવાની માહિતી મળી રહી છે તો કેલાક ગામોમાં બોર તો કરાયા છે પણ તેમાં મોટર નહિ નાંખવામાં આવી રહી છે, તો કેટલાક ગામોમાં બોર ફેઈલ થઈ જતાં પાણીની સમસ્‍યા ઠેરની ઠેર રહી જવા પામી છે, કેટલાક ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત આશરે કેટલાક મહિનાઓથી કામ બંધ થતાં પીવાના પાણીની ખેંચ વર્તાઈ રહી છે, જે ગામોમાં પાણીની ટાંકી બંધ હાલતમાં હોઈ એવા ગામોમાં નલ સે જલ યોજના હેઠળ પાણીની રાહ જોઈને બેઠી આમ જનતા પીવાના પાણીને લઇને કકળાટ વચ્‍ચે લોકો પાણી વગર હવાતિયા મારવાની નોબત આવી રહી છે આં બાબતે સ્‍થાનિક તંત્ર તાલુકાના ગામે ગામ નલ સે જલ યોજના કંઇક કારણ સર બંધ પડી છે તેવા ગામોમાં જઈ તાત્‍કાલિક ધોરણે તપાસ હાથ ધરી સરકારશ્રીની યોજના વહેલી તકે ચાલુ કરાવે અને વહેલી તકે લોકોના ઘર સુધી પીવાનું પાણી મળે તેવી ગામે ગામની પ્રજાઓમાં માંગ ઉઠી રહી છે.

Related posts

વાપી-વલસાડમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી પ્રદર્શન રેલી યોજાઈ

vartmanpravah

દમણ દલવાડામાં ભંડારી પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દમણ-દીવ રાષ્‍ટ્રીય લોક અદાલતમાં 36 કેસોનું સમાધાન : રૂા.1.49 કરોડનું સેટલમેન્‍ટ

vartmanpravah

દમણ અને દીવમાં 7 તથા દાનહમાં 6 ઉમેદવારોના નામાંકન માન્‍યઃ આજે ચિત્ર સ્‍પષ્‍ટ બનશે

vartmanpravah

વાપી થર્ડફેઝમાં મોબાઈલ રીચાર્જ કરાવી માલિકે પૈસા માંગતા ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

દમણ અને દીવમાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જ આવેલી સમૃદ્ધિ અને થયેલી પ્રગતિઃ કેતનભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment