December 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

સરીગામ ગ્રા.પં. દ્વારા રૂા.11.5 લાખના ખર્ચે નિર્માણ થનાર વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.15
ઉમરગામ તાલુકાની સરીગામ ગ્રામપંચાયત દ્વારા રૂપિયા 11.55 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામના આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.
સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવ ભાઈ વઘાત અને એમની સભ્‍યોની ટીમે નાણાપંચની ગ્રાન્‍ટમાંથી નિર્માણ થનારાપેવર બ્‍લોકના રસ્‍તાઓનું આજરોજ ખાતમુહુર્ત કર્યું હતું. જેમાં પ્રભુ શ્રી રામ મંદિર પાસે રૂપિયા 1.5 લાખ, જૈન દેરાસર રોડ રૂપિયા 3.00 લાખ, રામ ફળિયું રૂપિયા 2.5 લાખ, સાઈ યોગી અપાર્ટમેન્‍ટ રૂપિયા 1.00 લાખ, અને શ્રી ગણેશ હોલ ખાતે આરસીસી ટોયલેટ બ્‍લોક રૂપિયા 2.5 લાખ મળી રૂપિયા 11.5 ના ખર્ચે થનારા વિકાસના કામનો સમાવેશ થઇ રહ્યો છે.
આજ રોજ પંચાયત દ્વારા હાથ ધરેલી ખાતમુર્હુત વિધિમાં પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત, પંચાયતના સભ્‍યો શ્રીમતી તળપ્તિબેન, શ્રીમતી મંજુબેન, શ્રીમતી ઉષાબેન, શ્રીમતી અસ્‍મિતાબેન તેમજ સરીગામના અગ્રણીઓ શ્રી રાકેશભાઈ રાય, ઉપરાંત ડોક્‍ટર આશિષ આરેકર, શ્રી હિતુલભાઈ પટેલ, શ્રી સંદીપભાઈ આરેકર, શ્રી વિનોદભાઈ ઠાકોર, શ્રી શેખર ભાઈ આરેકર સહિતના અગ્રણીઓની હાજરી જોવા મળી હતી.

Related posts

વાડધા-મનાલા રોડ ઉપરથી રાત્રે ખેરના જથ્‍થો ભરેલ ક્‍વોલીસ કાર ઝડપાઈ : ચાલક ફરાર

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી દારૂ ભરેલ ટેમ્‍પા સાથે એકની ધરપકડ કરી

vartmanpravah

વલસાડ ખત્રીવાડ દિપક એન્‍ડ સન્‍સ ટી સ્‍ટોલમાં આગ લાગતા બજારમાં દોડધામ મચી

vartmanpravah

નવસારી જલાલપોર તાલુકાના કનીયેટ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ બિનવાડા ચણવઈમાં વીજ લાઈનમાં થયેલ શોર્ટ સર્કિટથી આંબાવાડીમાં આગ લાગી

vartmanpravah

કપરાડા આસલોણામાં લગ્ન વિચ્‍છેદનો ન્‍યાય કરવા બેઠેલ પંચની સામે જ ઢોર માર મારતા યુવાનનું મોત

vartmanpravah

Leave a Comment