September 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના આમધરામાં 1પમા નાણાપંચના ડામર રોડના કામોમાં ભ્રષ્‍ટાચાર થયો હોવાની સ્‍થાનિકોએ ટીડીઓને રજૂઆતકરી તપાસની માંગ કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાના આમધરાનાં રજનીકાંત બાલુભાઈ પટેલ સહિત સ્‍થાનિકો દ્વારા ટીડીઓને કરવામાં આવેલ લેખિત રજૂઆતમાં જણાવ્‍યું હતું કે આમધરામાં 15મા નાણાંપંચમાં નાણાંકિય વર્ષ 2022-23માં મોટી કોળીવાડ મુખ્‍ય રસ્‍તાથી મગન રવજીભાઈના ઘર તરફ જતા રસ્‍તાના ડામના કામમાં ઘર તરફ જતા રસ્‍તાના ડામરનાં કામમાં આરટીઆઈમાં થયેલ ખુલાસા મુજબ માપપોથીમાં લખેલ માપ મુજબ રસ્‍તાની લંબાઈ 189.00 મીટર છે. પરંતુ સ્‍થળ પર 114.00 મીટર જ થયેલ છે. જે માપપોથીનાં માપ થી 75.00 મીટર જેટલી લંબાઈનો રસ્‍તો ઓછો બનાવેલ છે. માપપોથીમાં દર્શાવેલ પહોળાઈ 3.00 મીટર છે. પરંતુ સ્‍થળ પર 2.50 મીટર જ પહોળાઈનો રસ્‍તો બનાવેલ છે. માહિતી દર્શાવતું કોઈ બોર્ડ લગાવેલ નથી તેમ છતાં બોર્ડના નાણાં ચૂકવેલ છે. ઉપરાંત મટીરીયલ પણ હલકી કક્ષાનું વાપરી ભ્રષટાચાર કરવામાં આવેલ હોવાનું જણાવાયું છે.
ઉપરોક્‍ત રસ્‍તાના કામમાં ભ્રષ્ટાચાર જણાય આવતા ગત 21 ઓકટોબર 22નાં રોજ યોજાયેલ ગ્રામસભામાં ટીડીઓ અને તલાટીને પણ રજૂઆત કરી હતી. પરંતુ આજદિન સુધી કોઈ યોગ્‍ય જવાબ મળેલ નથી કે કોઈ કાર્યવાહી થયેલ નથી ઉપરોક્‍ત રજૂઆતમાં ઝડપથી તપાસ કરી જવાબદાર સરપંચ, કર્મચારીસામે પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Related posts

ગત સપ્તાહે દિલ્‍હીની મુલાકાતે આવેલા માલદીવ્‍સના રાષ્‍ટ્રપતિની સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ઉપસ્‍થિતિમાં લીધેલી સૌજન્‍ય મુલાકાત

vartmanpravah

વલસાડમાં અબ્રામા ખાતે ‘‘ડાયાબિટીસ મુક્‍ત ગુજરાત અભિયાન” હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા ક્રિષ્‍ના કેન્‍સર એઈડ એસો.ના સહયોગથી ‘અમે અણનમ છીએ’ ફ્રીડમ ટુ વોક એન્‍ડ રન ઇવેન્‍ટ યોજાઈ

vartmanpravah

વલસાડ, વાપી એસ.ટી. વિભાગ દ્વારા હોળી-ધુળેટી તહેવારો માટે માંગો ત્‍યારે બસની યોજના કાર્યરત કરાઈ

vartmanpravah

24 પુસ્‍તકોનું સર્જન કરનારપારડીના કવિયિત્રી પદ્માક્ષી પટેલનું કરાયું અદકેરું સન્‍માન

vartmanpravah

Leave a Comment