Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવાપીસેલવાસ

વલસાડની સિંગર વૈશાલી બલસારાની હત્‍યાનું રહસ્‍ય વણઉકેલ્‍યું :પોલીસની બે ટીમ બીજા રાજ્‍યમાં ઉપડી

પાર નદી પાસે કારમાં વૈશાલી બલસારાની હત્‍યા કરેલી લાશ મળી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચકચારી બનેલ વલસાડની સિંગર વૈશાલી બલસારાની ગયા સપ્તાહે ચન્‍દ્રપુર પાર નદી પાસે અવાવરું જગ્‍યા ઉપર કારમાં હત્‍યા થયેલ લાશ મળી હતી. આ હત્‍યા કેસની તપાસમાં વલસાડ પોલીસની જુદી જુદી આઠ ટીમોએ ભેદી તપાસ હાથ ધરી છે. પરંતુ ઘટનાના દિવસો બાદ પણ સિંગર વૈશાલી બલસારાની હત્‍યાનું રહસ્‍ય વણઉકેલ્‍યું રહ્યું છે.
પારડી ચન્‍દ્રપુર ગામ પાસે પાર નદી પાસે અવાવરુ જગ્‍યા ઉપર રાતભર પડી રહેલી કારમાંથી બીજા દિવસે વલસાડ સેગવી ગામે રહેતી જાણીતી સિંગર વૈશાલી બલસારાની હત્‍યા કરાયેલી લાશ મળી હતી. પોલીસે કરાવેલ પી.એમ. અને ફોરેન્‍સિક રિપોર્ટમાં વૈશાલીની હત્‍યા ગળુ દબાવીને થઈ હોવાનું બહાર આવ્‍યું હતું તેથી પોલીસે હત્‍યાનો ગુનો નોંધી ચાંપતી તપાસ માટે વિવિધ 8 પોલીસ ટીમ બનાવી હતી. આ ટીમો અલગ અલગ દિશામાં તપાસ આરંભી રહી છે. જેમાં વૈશાલીના મિત્રોની પુછપરછનો દોર ચાલી રહ્યો છે. હાઈપ્રોફાઈલ આ મર્ડરનું રહસ્‍ય ઘુંટાઈ રહ્યું છે. તો બીજી તરફ એલ.સી.બી.ની બે ટીમ આજે રાજ્‍ય બહાર અન્‍ય બે રાજ્‍યોમાં રવાના થઈ છે. કદાચપોલીસને કોઈ સુરાગ મળ્‍યો હોવાનું હાલમાં અંદાજીત કરાયું છે. જોવુ એ રહ્યું કે રહસ્‍યમય આ હત્‍યાનો ભેદ ક્‍યારે ખુલે છે?

Related posts

વાપી પાલિકાએ ડુંગરામાં વેરા વસૂલાત અભિયાનમાં 9 દુકાનો અને 14 ઓફિસોને તાળાં માર્યા

vartmanpravah

નિરંકારી સતગુરુની શિક્ષાઓથી પ્રેરણા લઈ 304 નિરંકારી ભક્‍તોએ ભિલાડમાં કર્યું રક્‍તદાન

vartmanpravah

વલસાડના ગાડરીયામાં વિશ્વ હોમીયોપેથી દિવસની ઉજવણી, 2247 લાભાર્થીએ કેમ્‍પનો લાભ લીધો

vartmanpravah

ગણદેવી તાલુકાના ખારેલ હાઈવે પર કાર ચાલકને બચાવવા જતા કેમિકલ ભરેલ કન્‍ટેઈનર પલ્‍ટી ગયું

vartmanpravah

ચીખલી પોલીસે થાલામાંથી તીન પત્તીનો જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાલક-બાલિકા સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

Leave a Comment