આરોપી મહંમદ હબીબ સાહિરકાઝીની અટક : ગાંજો, રોકડા, મોબાઈલ મળી પોલીસે રૂા.2.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વલસાડ ભાગડાવાડા ગ્રીન પાર્ક-4 માં આજે ગુરૂવારે એસ.ઓ.જી.એ રેડ કરીને ગાંજાના છૂટક વેચાણનું રેકેટ ઝડપી પાડી એક આરોપીને રૂા.2.16 લાખના મુદ્દામાલ સાથે અટક કરવામાં આવી હતી.
એસ.ઓ.જી. પી.આઈ. એ.યુ. રોઝ, પી.એસ.આઈ. આઈ.કે. મિષાી, એ.એસ.આઈ. અશોક કુમાર તથા ભાવેશ કુમાર અને સ્ટાફને મળેલી બાતમી આધારે વલસાડ ભાગડાવાડા ગ્રીન પાર્ક-4માં રેડ કરી હતી. કાર્યવાહી દરમિયાન માદક ગાંજો 3.617 કિ.ગ્રા. કી. 36,170 રૂા. ઈલે. વજન કાંટો, એન્ડ્રોઈડ મોબાઈલ તથા રોકડા રૂપિયા 1,69,360 મળી આવતા ગાંજાનું છુટક વેચાણ કરવાનું રેકેડ ચલાવતા આરોપી મહંમદ હબીબ સાહિર કાઝીની પોલીસે ધરપકડ કરી કુલ રૂા.2.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. વલસાડમાં યુવા ધનને બરબાદ કરી રહેલ નશીલા પદાર્થના વેચાણના કારોબારનો એસ.ઓ.જી.એ પર્દાફાશ કર્યો હતો.