April 30, 2024
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં આંતર શાળાકીય કબડ્ડી સ્‍પર્ધાનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.03 :  કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવના વહીવટીતંત્રના યુવા બાબતો અને રમતગમત વિભાગ દ્વારા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશથી કેન્‍દ્ર શાસિત પ્રદેશના યુવા બાબતો અને રમતગમતસચિવ શ્રીમતી અંકિતા આનંદના માર્ગદર્શન હેઠળ અને દમણમાં રમતગમત નિયામક શ્રી અરુણ ગુપ્તાના સહયોગથી દમણ જિલ્લા આંતર શાળા રમતગમત સ્‍પર્ધા હેઠળ આજે કબડ્ડીની સ્‍પર્ધાનો આરંભ થયો હતો.
અત્રે યોજાઈ રહેલી દમણ જિલ્લા આંતર શાળાકીય રમતગમત સ્‍પર્ધામાં અન્‍ડર 14, 17 અને 19માં છોકરીઓ અને છોકરાઓ માટે કબડ્ડી, ટગ ઓફ વોર (દોરડાખેંચ) સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેની શરૂઆત આજથી મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે અંડર 14 કબડ્ડી સ્‍પર્ધાથી કરવામાં આવી હતી. દમણ જિલ્લા આંતર શાળાકીય કબડ્ડી સ્‍પર્ધામાં અંડર 14 શ્રેણીમાં કુલ 18 શાળાની ટીમોએ ભાગ લીધો હતો. આ પહેલાં દમણ જિલ્લા આંતર શાળા કબડ્ડી સ્‍પર્ધાનું ઉદ્‌ઘાટન કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસનના કાયદા અને ન્‍યાય વિભાગના સચિવ શ્રી જયંત પંચાલના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું, આ પ્રસંગે તેમણે તમામ ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરી રમતમાં સારો દેખાવ કરી પોતાની પ્રતિભા ઉજાગર કરવાની પ્રેરણા આપી હતી.
સ્‍પર્ધાના પ્રથમ દિવસે દિવ્‍યજ્‍યોતિ સ્‍કૂલ ડાભેલ, હોલી ટ્રિનિટી સ્‍કૂલ, સરકારી મોડલ સ્‍કૂલ નાની દમણ અને સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલ, ડાભેલની ટીમોએ ઉત્‍કૃષ્ટ દેખાવ કરીને સેમિફાઇનલમાં જગ્‍યા બનાવી હતી.
દમણ જિલ્લા આંતર શાળાકીય કબડ્ડી સ્‍પર્ધાને સફળબનાવવા શ્રી અક્ષય કોટલવાર, તાલુકા રમતગમત સંયોજક શ્રી દેવરાજસિંહ રાઠોડ અને વિવિધ શાળાઓના શારીરિક શિક્ષણ શિક્ષકો સહયોગ આપી રહ્યા છે.

Related posts

ડીપીએલ સિઝન-રની ચેમ્‍પિયન બનતી ડાભેલની જે.ડી.કિંગ્‍સ : રનર્સ અપ કચીગામની ફેન્‍સી ઈલેવન

vartmanpravah

અદાણી લોજીસ્ટિકસ લિ.એ નવકાર કોર્પોરેશન લિ. પાસેથી ICDતુમ્બ (વાપી) હસ્તગત કર્યો

vartmanpravah

176- ગણદેવી વિધાનસભામાં 199પ થી ભાજપના ગઢમાં ત્રિપાંખિયા જંગમાં ફરી એકવાર ભાજપ કમળ ખીલાવે તેવી લોક ચર્ચા

vartmanpravah

ઉદવાડામાં લોકો પર પથ્‍થરમારો કરતી મનોરોગી મહિલાના પરિવારને શોધી 181 અભયમે કબજો સોપ્‍યો

vartmanpravah

વાપીની ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળાનો સ્‍થાપના દિન ઉજવાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ લક્ષદ્વીપના સમુદ્રમાં સ્‍નોર્કલિંગ કરી પોતાની જીજ્ઞાસાનો આપેલો પરિચય

vartmanpravah

Leave a Comment