October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના હનુમતમાળ ખાતે ‘‘બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત કિશોરી મેળો યોજાયો

કિશોરીઓને પોષણયુક્‍ત ખોરાક લેવા આગ્રહ કરી વેફર્સ અને ઠંડાપીણાંનો નહિવત ઉપયોગ કરવા જણાવાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકામાં તારીખ ૧૩.૦૯.૨૦૨૪ નાં રોજ “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત કિશોરી મેળાનું હનમતમાળ ગ્રામ પંચાયત હોલ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેળામાં મુખ્ય મહેમાનો અને અધિકારીઓ દ્વારા કિશોરીઓને વિવિધ પ્રકારની યોજનાઓ અને કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા દીકરીઓને ભણતર તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને સ્વાસ્થય વિશે માહિતી આપવામાં આવી હતી. સામાજિક કાર્યકર્તા વિજયભાઈ માહલા દ્વારા સમાજમાં મહિલાઓના વિવિધ ક્ષેત્રમાં યોગદાન વિશે માહિતી આપી હતી. જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ઝીણાભાઇ પવારે બાલિકાઓને ભણતરની જરૂરિયાત અને બાળ લગ્ન નહી થાય એ માટે અપીલ કરી હતી. પોલીસ ઇન્સપેકટર સુશ્રી ડી.ડી.રાઠોડ દ્વારા સાયબર ક્રાઈમ, અભયમ, પોક્સો એક્ટ-૨૦૧૨ વિશેની માહિતી આપવામાં આવી હતી. બાળ સુરક્ષા એકમ દ્વારા ગુડ ટચ બેડ ટચ, બાળ લગ્ન પ્રતિબંધક ધારો-૨૦૦૬, વિવિધ હેલ્પલાઈન નંબર વિશે માહિતી આપી હતી.
સી.આર.સી.કો-ઓર્ડીનેટર રમણભાઈ ભોયા દ્વારા નમોશ્રી યોજના તેમજ શિક્ષણની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. હનમતમાળ પીએચસીના મેડિકલ ઓફિસર સુશ્રી ધારાબેન પાંચાલ દ્વારા હાઈજીન બાબતે તેમજ સ્વાસ્થયની કાળજી કેવી રીતે રાખવી એ બાબતે માહિતી આપી હતી. ધરમપુરની સાંઇનાથ મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડૉ હેમંતભાઈ પટેલ દ્વારા પોષણયુક્ત ખોરાક લેવો માટે આગ્રહ કરવામાં આવ્યો હતો તેમજ વેફર, ઠંડાપીણાંનો ઉપયોગ નહિવત કરવા માટે સૂચના આપવામાં આવી હતી. મહિલા અને બાળ અધિકારી શ્વેતા આર દેસાઈએ બાલિકાઓને બાલિકા પંચાયત વિશે વિસ્તૃત માહિતી વિડીયો બતાવીને આપી હતી. બાળ લગ્નના કારણે દિકરીઓમાં આવતી સમસ્યાઓ વિશે માહિતી આપી હતી.
“બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત વ્હાલી દીકરી યોજના વિશે અને મહિલા અને બાળ વિભાગની તમામ યોજના વિશે માહિતી આપી હતી. આંગણવાડી બહેનો દ્વારા પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ મેળાનો કુલ ૭૮ કિશોરીઓએ લાભ લીધો હતો. PHC નાં કર્મચારીઓ દ્વારા હાજર રહેલી તમામ દિકરીઓનું સિકલસેલ, હિમોગ્લોબિનનું પ્રમાણ, વજન, ઉંચાઈની પણ ચકાસણી કરવામાં આવી હતી. કિશોરીઓને પ્રોત્સાહન માટે સ્વસ્થ સ્વાસ્થ્ય ધરાવતી કિશોરીઓની સ્પર્ધા, ડ્રોઇંગ સ્પર્ધા અને મેહંદી સ્પર્ધાનું આયોજન કરી ઉપસ્થિત મહેમાનો દ્વારા ઇનામ વિતરણ અને તમામ કિશોરીઓને હાયજીન કીટ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં હનમતમાળના સરપંચ રાસલીબેન માહલા, જિલ્લા પંચાયત સભ્ય કાકડભાઈ ગાવિત, તમામ ઘટકના CDPO શ્રીઓ, ICDS વિભાગ, પૂર્ણા કન્સલ્ટન્ટ, બાળ સુરક્ષા એકમ, આંગણવાડી વર્કરબહેનો, સખી વન સ્ટોપ સેન્ટરનો સ્ટાફ અને DHEW નો સ્ટાફ હાજર રહ્યો હતો.

Related posts

વલસાડ જિલ્લા હોમગાર્ડઝ દળનું ગૌરવ

vartmanpravah

દાનહ રેડક્રોસ શાળાના દિવ્‍યાંગ બાળકોએ દિવાળી પર્વ નિમિતે સુશોભનની વસ્‍તુઓનું જાતે નિર્માણ કરી તેના વેચાણ માટે સેલવાસ કલેક્‍ટર કચેરી પ્રાંગણમાં શરૂ કરેલો સ્‍ટોલ

vartmanpravah

સાદડવેલ ગામે કાર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બાઈક સવારનું સ્‍થળ ઉપર મોત

vartmanpravah

વલસાડ જિલ્લા મહિલા પોલીસ SHE ટીમ સિનિયર સિટીઝનને સાઈબર ક્રાઈમથી માહિતગાર કરશે

vartmanpravah

વાપી-નાનાપોંઢા 10 કિ.મી. રોડ ચન્‍દ્રલોકની સપાટી કરતા પણ દુર્દશાગ્રસ્‍તઃ મુશ્‍કેલીઓએ વટાવેલી હદ

vartmanpravah

નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

vartmanpravah

Leave a Comment