Vartman Pravah
Breaking Newsચીખલીડિસ્ટ્રીકટ

ચીખલી ખાતે ઘરેલુ હિંસાથી મહિલાઓને રક્ષણ અધિનિયમ-2005 અન્‍વયે કાયદાકીય સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી,તા.04: નવસારી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી આર.એ.ચૌધરી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી શ્રીઆર.એન.ગામિતના માર્ગદર્શન હેઠળ આઇ.ટી.આઇ. ખુંધ, ચીખલી ખાતે ઘરેલુ હિંસાથી મહિલાઓને રક્ષણ અધિનિયમ-2005 અન્‍વયે કાયદાકીય સેમિનારનં આયોજન કરવામાં આવ્‍યુ હતું. આ કાર્યક્રમમાં ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્‍પનાબેન ગાંવિત ઉપસ્‍થિત રહી જરૂરી માર્ગદર્શનઆપ્‍યું હતું. આઇ.ટી.આઇ.માં અભ્‍યાસ કરતી 350 જેટલી તાલીમાર્થીઓને ઘરેલુ હિંસાથી મહિલાઓને રક્ષણ અધિનિયમ 2005 વિશે શ્રીમતી રાધિકાબેન ગામિત દ્વારા વિસ્‍તૃત માહિતી આવી હતી. જેમાં મહિલા શક્‍તિ કેન્‍દ્ર (એમએસકે), ‘સખી વન સ્‍ટોપ સેન્‍ટર (ઓ.એસ.સી.), પોલીસ સ્‍ટેશન બેઇઝડ સપોર્ટ સેન્‍ટર (પીબીએસસી), વિવિધલક્ષી મહિલા કલ્‍યાણ કેન્‍દ્ર (વીએમકે), 181 અભયમ હેલ્‍પ લાઇન દ્વારા માહિતી તેમજ યોજનાકીય ટૂંકી ફિલ્‍મ બતવવામાં આવી હતી.

Related posts

સેલવાસના જિલ્લા અને સત્ર ન્‍યાયાધિશનો શિરમોર ચુકાદો નરોલીની એક કંપનીના માલિકના પુત્રના અપહરણ અને ખંડણીના કેસમાં 6 આરોપીઓને આજીવન જેલની સજા

vartmanpravah

દમણના દેવકાની હોટલ સાઈલન્ટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસના દરોડાઃ ૧૫ જુગારીઓની ધરપકડ

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી સાથે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની વિવિધ મહત્‍વપૂર્ણ વિષયો ઉપર મનનીય ચર્ચા-વિચારણાં

vartmanpravah

વાપીની લીફ ધ વેગ્રો સ્‍કૂલમાં આયોજીત વેશભૂષા સ્‍પર્ધામાં દમણની બે બાળકીઓએ કરેલા માઁ પાર્વતી અને મહાકાળીના વેશ પરિધાને લોકોનું આકર્ષિત કરેલું ધ્‍યાન

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૮ થી ૧૪ જાન્‍યુઆરી દરમિયાન પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાળક સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

વર્ષોની પરંપરા જાળવી રાખી ફરી એક વખત પારડી વકીલ મંડળના પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલની બિનહરીફ વરણી

vartmanpravah

Leave a Comment