April 29, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પરખ, NCERT અને PHDCCI દ્વારા ‘‘પ્રોજેક્‍ટ વિદ્યાસાગર” અંતર્ગત સેલવાસમાં બે દિવસીય શિક્ષણ કાર્યશાળા યોજા

  • સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની વિવિધ સરકારી શાળાઓના 80થી વધુ શિક્ષકો, ડાયટ દમણના ફેકલ્‍ટી સભ્‍યો, બી.આર.સી. અને સી.આર.સી.એ કાર્યશાળામાં લીધેલો ભાગ

  • શિક્ષકો માટે પાયાના, પ્રાથમિક, મધ્‍યમ અને માધ્‍યમિક સ્‍તરે શીખવાની ક્ષમતાઓને સમજવી મહત્‍વપૂર્ણ છેઃ પ્રો. ઈન્‍દ્રાણી ભાદુડી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : નેશનલ કાઉન્‍સિલ ઓફ એજ્‍યુકેશનલ રિસર્ચ એન્‍ડ ટ્રેનિંગ (NCERT) અને તેના નેશનલ એસેસમેન્‍ટ સેન્‍ટર દ્વારા PHDCCIના સહયોગથી 22-23 ફેબ્રુઆરી દરમિયાન સરકારી હાઈસ્‍કૂલ મસાટ, સેલવાસમાં પ્રોજેક્‍ટ વિદ્યાસાગર નામના રાષ્ટ્રવ્‍યાપી અભિયાનની શ્રેણીમાં 15મી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને રાષ્ટ્રીય અભ્‍યાસક્રમ ફ્રેમવર્ક (NCF) 2023ના આધારે ગયાવર્ષે નવેમ્‍બરમાં NECERT અને PHDCCI દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અત્‍યાર સુધીમાં પટના, શ્રીનગર, ગાંધીનગર, ચંદીગઢ, ગોવા, પોર્ટ બ્‍લેર, પુણે, કોલકાતા, રાંચી, દીમાપુર, શિલોંગ, બીજાપુર, સોલન અને ધુબરીમાં વર્કશોપ યોજવામાં આવી છે. બે દિવસીય વર્કશોપનો હેતુ શાળાના શિક્ષકોમાં વિવિધ સ્‍તરે શીખવાની ક્ષમતાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની વિવિધ સરકારી શાળાઓના 80 થી વધુ શિક્ષકો, ડાયટ દમણના ફેકલ્‍ટી સભ્‍યો, બી.આર.સી. અને સી.આર.સી.એ કાર્યશાળામાં ભાગ લીધો હતો.
ઉદ્‌ઘાટન સત્રમાં પરખ, NCERTના સીઈઓ પ્રો. ઈન્‍દ્રાણી ભાદુડી, PHDCCIના સહાયક મહાસચિવ સુશ્રી શાલિની એસ. શર્મા, સંઘપ્રદેશના શિક્ષણ નિયામક અને રાજ્‍ય પ્રોજેક્‍ટ નિયામકશ્રી જતીન ગોયલ, નિયામક, સમગ્ર શિક્ષા અને ડાયટ દમણના આચાર્ય શ્રી આઈ.વી.પટેલ, સરકારી હાઈસ્‍કૂલ મસાટના આચાર્ય શ્રી દોલતસિંહ સોલંકી, ડાયટ દમણના લેક્‍ચરર્સ, બી.આર.સી. અને સી.આર.સી.ના વરિષ્ઠ પ્રતિનિધિઓ અને પરખ NCERTના વિવિધ સંસાધન વ્‍યક્‍તિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ અવસરે પ્રોફેસર ઈન્‍દ્રાણી ભાદુડીએ જણાવ્‍યું હતું કે શિક્ષકો માટે પાયાના, પ્રાથમિક, મધ્‍યમ અને માધ્‍યમિક સ્‍તરે શીખવાની ક્ષમતાઓને સમજવી મહત્‍વપૂર્ણ છે. તેમણે જણાવ્‍યું હતું કે, NEP 2020 હેઠળ મૂલ્‍યાંકન સુધારણા રટણ(ગોખવાની પદ્ધતિ) કરવાના શિક્ષણને બદલે યોગ્‍યતા આધારિત શિક્ષણ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે. તેમણે જણાવ્‍યું હતું કે આ 21મી સદીની પ્રથમ શિક્ષણ નીતિ હતી અને તેનો ઉદ્દેશ્‍ય આપણા દેશની વધતી જતી વિકાસલક્ષી જરૂરિયાતોને સંબોધવાનો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રોજેક્‍ટ વિદ્યાસાગરનોઉદ્દેશ્‍ય શિક્ષણમાં ઝડપ અને જ્ઞાનની અસર ઊભી કરવાનો છે. પ્રોફેસર ઈન્‍દ્રાણી ભાદુડીએ દરેક શિક્ષકોને કાર્યશાળાનો સંદેશ શક્‍ય તેટલા વધુ શિક્ષકો સુધી પહોંચાડવા આહ્‌વાન કર્યું હતું જેથી શિક્ષણનો મહાસાગર વધુ વિશાળ બની શકે.
આ પ્રસંગે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ નિયામક શ્રી જતીન ગોયલે તેમના સંબોધનમાં આગામી રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણની તૈયારી માટે શિક્ષકો સાથે તેમના મંતવ્‍યો શેર કર્યા હતા અને કેન્‍દ્ર શાસિત પ્રદેશના શિક્ષણ વિભાગ વતી NCERT ટીમનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને જણાવ્‍યું હતું કે, આ પ્રકારની કાર્યશાળાના આયોજનથી શિક્ષકોની ક્ષમતામાં સુધારો કરી શકાય.
કાર્યશાળામાં શિક્ષણ નીતિના ઉદ્દેશ્‍યો, અભ્‍યાસક્રમના લક્ષ્યો, શીખવાની કાર્યક્ષમતા અને શીખવાના પરિણામો પર ઇન્‍ટરેક્‍ટિવ સત્રો યોજવામાં આવ્‍યા હતા. જેમાં મૂલ્‍યાંકન સુધારણા, મૂલ્‍યાંકનના પ્રકારો અને સમગ્ર પ્રગતિ કાર્ડ (HPC) પર ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષકો જૂથ પ્રવૃત્તિઓમાં જોડાયા હતા અને શીખ્‍યા કે બાળકોને કેવી રીતે રટણ કરવાના શિક્ષણથી દૂર રહી રમતગમત આધારિત અને પ્રોજેક્‍ટ આધારિત શિક્ષણ તરફ લઈ જવું.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળની સરકારે આતંકવાદને રોકવા માટે અપનાવેલી આક્રમક વ્‍યૂહરચનાઃ કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

મોટી દમણમાં આર.એસ.એસ.ના સ્‍વયં સેવકોએ ખાખી પેન્‍ટ, સફેદ શર્ટ, કાળી ટોપી અને દંડ સાથે તાલ અને લયથી કદમથી કદમ મિલાવી કરેલું પથ સંચલન

vartmanpravah

દાનહના રખોલીમાં ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત મહેસૂલ શિબિર યોજાશે

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજના વિદ્યાર્થીઓ ઈન્‍ટર યુનિવર્સિટી ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં પસંદગી પામ્‍યા

vartmanpravah

પારડીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ૧૩માં ગરીબ કલ્યાણ મેળામાં ૩૫૧૬૩ લાભાર્થીને ૮૧ કરોડની સહાય ચૂકવાઈ

vartmanpravah

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ દ્વારા ઈ વેસ્‍ટ એકત્રકરવાની ડ્રાઈવનો આરંભ

vartmanpravah

Leave a Comment