April 30, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણસેલવાસ

સી.એસ.આર. અંતર્ગત અને બાયફ ડેવલપમેન્‍ટ રિસર્ચ ફાઉન્‍ડેશનના સહયોગ દ્વારા દાનહના કરજગામમાં કંપની દ્વારા લિફટ ઈરીગેશન સિસ્‍ટમનું કરાયેલું લોકાર્પણ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ,તા.05 : સોલાર પેનલ દ્વારા સંચાલિત મોટર પમ્‍પ દ્વારા ખેડૂતો આખા વર્ષ દરમ્‍યાન પાક લઈ શકે અને તેમની આવક વધે અને તેમનું જીવન સ્‍તર ઊંચું આવે તે હેતુથી સી.એસ.આર. અંતર્ગત અને બાયફ ડેવલપમેન્‍ટ રિસર્ચ ફાઉન્‍ડેશનના સહયોગ દ્વારા દાદરા નગર હવેલીના કરજગામમાં સીલોકસ ઇન્‍ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સોલાર લિફટ ઇરીગેશન સિસ્‍ટમની શરૂઆત કરવામા આવી હતી. જેનું ઉદ્‌ઘાટન દીપ પ્રાગટ્‍ય કરીને કરવામાં આવ્‍યો હતો. બાદમાં સોલાર પેનલ દ્વારા પાવર રૂમનું રીબીન કાપી ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું. આયોજનાથી ગામના 21 જેટલા ખેડૂત પરિવારોને લાભ મળશે અને અંદાજીત 6.5 એકર જમીનમાં આખા વર્ષ દરમ્‍યાન પાણીથી સિંચાઈ કરી શકશે.
આ અવસરે ખેરડી પંચાયતના સરપંચ શ્રી યશવંત ઘુટીયા, કૃષિ વિભાગના અધિકારી શ્રી એસ.એ.ભોયા, સુપરવાઇઝર શ્રી આર.કે.પટેલ, જિ.પં. સભ્‍ય શ્રી કાકડ કુરકુટે, કંપનીના મેનેજર શ્રી નયન ભાવસાર, સી.એસ.આર. એક્‍ઝિક્‍યુટીવ શ્રી મયંક દોડીયા, ડેપ્‍યુટી મેનેજર શ્રી મનીષ ભગત, બાયફ સંસ્‍થાના પ્રોજેક્‍ટ કો-ઓર્ડીનેટર શ્રી કલ્‍પેશ ભોયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્‍ય સ્‍તરીય ચિત્રકલા સ્‍પર્ધા -2021નું આયોજન કરાયું

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’ નિમિતે મૌન રેલી યોજાઈ

vartmanpravah

આજે વલસાડ જિલ્લામાં પંજાબના સી.એમ. અને આપના રાષ્‍ટ્રિય નેતા ભગવંત માનના ત્રણ રોડ શો યોજાશે

vartmanpravah

વાપીમાં કચ્‍છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા ગરબાનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપીમાં ડેન્‍ગ્‍યુને અટકાવવા આરોગ્‍ય વિભાગની સઘન ઝુંબેશઃ 73 હજાર મકાનોમાં તપાસ કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં “કોવિડ- 19 રસીકરણ મેગા કેમ્પ”ને સુંદર પ્રતિસાદ: એક જ દિવસમાં 46503નું રસીકરણ કરાયું

vartmanpravah

Leave a Comment