(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લા કપરાડા વિધાનસભા વિસ્તારના વાપીના કોપરલી, કવાલ, દેગામ, મોટીતંબાડી, ચીભડકચ્છ, લવાછા, નાની તંબાડીનાં મુખ્યત્વે ઉપયોગી રોડનું પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે.
જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, રોડના નિર્માણથી વાહન વ્યવહાર સરળ બનશે, ગ્રામજનો માટે આરોગ્ય, શિક્ષણ અને રોજગાર માટેની સુવિધાઓમાં વધારો થશે. સ્થાનિક ઉદ્યોગો વેપારીઓ માટે માર્ગ સુવિધાઓનો લાભ મળશે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોપરલી વચલા ફળિયા, પંડોર કોપરલી રોડ 1.90 કિ.મી. 2.70 રેસફસિંગ, કોપરલી આહિર ફળિયું રોડ કિમી 0.70 રૂપિયા 28 લાખ, રિસફસિંગ કોપરલી ઓફ કોપરલી ઝરકા ફળિયાથી વંકાછ ધોડિયાવાડ રોડ 2કિમી 70 લાખ, રિસફસિંગ કોપરલી ઝરકા ફળિયા (પારસી ફળિયાથી ધોડિયાવાડ) રોડ1 કિમી 45 લાખ કુલ 413.00 લાખ, કવાલ વાપી નાનાપોંઢા મેઇન રોડ પર વાયડનીંગ એન્ડ સ્ટેન્ધનિંગ, કવાલ એપ્રોચ રોડ 2.30 કિમી 360 લાખ, દેગામ કણબી વાડ રિસફસિંગ ઓફ દેગામ રેડ ફળિયા રોડ 1.10 કિમી 42 લાખ, દેગામ ઝરપણીય ફળિયું રોડ 1.20 કિમી 45 લાખ, રિસફસિંગ મોટી તંબાડી પટેલ ફળિયા રોડ 0.50 કિમી 20 લાખ, રિસફસિંગ મોટી તંબાડી કોળીવાડ ફળિયા રોડ મોટી તંબાડી ચમાર ફળિયા રોડ 0.55 કિમી 20 લાખ, ચીભડકચ્છ રિસફસિંગ હટવાડા ફળિયાથી ભરવાડ ફળિયારોડ 1.50 કિમી 70 લાખ, લવાછા પિપરીયા મેઇન રોડથી અંબિકા પાર્ક થઈ રામેશ્વર મંદિરને જોડો રસ્તો 1.50 કિમી 150 લાખ, હરિયાણા હોટલ કરમખલ મેડી ફળિયા રોડ 1 કિમી 28 લાખ, નાની તંબાડી મોટી તંબાડી મેઇન રિસફસિંગ નાની તંબાડી ઝાડી ફળિયા રોડ 1.60 કિમિ 64 લાખ, નાની તંબાડી કોલીવાડથી તાડ ફળિયા રોડ 1.10 કીમી 45 લાખ, રોડ પર રિસર્ફમિંગ ઓફ નાની તંબાડી ભાતડા ફળિયા રોડ 1. 85 કિમી 70 લાખ, એકંદરે કુલ 20.95 કિમી 1389.00 લાખ રૂપિયાના ખર્ચે થનાર રોડથી લોકોની સુવિધાઓ મળશે.
રોડનું ખાતમુહૂર્તમાં અલ્પેશભાઈ પટેલ મહામંત્રી વાપી તાલુકા ભાજપ, સુરેશભાઈ બી. પટેલ, પ્રમુખ વાપી તાલુકા ભાજપ, જયેશભાઈ પટેલ મહામંત્રી વાપી, વલસાડ જિલ્લા કારોબારી અધ્યક્ષ મિતેશભાઈ પટેલ, તાલુકા પંચાયત વાપી પ્રમુખ મનોજભાઈ પટેલ તાલુકા ભાજપ, જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
