Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણમનોરંજનસેલવાસ

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક ખેલ મહોત્‍સવ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05 : દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ, સેલવાસ ખાતે બે દિવસીય વાર્ષિક ખેલ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 256 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનોશુભારંભ જિલ્લા પંચાયત સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્માના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. આ ખેલ મહોત્‍સવમાં 14થી વધુ રમતો જેવી કે દોડ, લોન્‍ગજમ્‍પ, હાઈજમ્‍પ, શોટપુલ જેવલીન થ્રો, ડિસ્‍ક્‍સ થ્રો, યોગાસન, બેડમિન્‍ટન, ટેબલ ટેનિસ તથા કબડ્ડી જેવી વિવિધ રમતોની સ્‍પર્ધા રાખવામાં આવી હતી. જેમાં 20 પંચાયતો અને એક નગરપાલિકાની શાળાના બાળકોએ ભાગ લીધો હતો. સ્‍પર્ધામાં જીતેલા ખેલાડીઓને ટ્રોફી અને પ્રોત્‍સાહિત ઇનામ આપી નવાજવામાં આવ્‍યા હતા.

Related posts

દાનહઃ શ્રી વિનોબા ભાવે હોસ્‍પિટલને પ્રથમ રાષ્‍ટ્રીય કાયાકલ્‍પ પુરસ્‍કાર

vartmanpravah

તમામની નજર સિલવાસા પર હતી

vartmanpravah

વાપી કરવડ વિસ્‍તારમાં પાલિકા દ્વારા ચાલી રહેલ ડિમોલિશન કામગીરીમાં વિવાદ સર્જાયો

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બિલીયર્ડસ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

વાપી મોહિની જ્‍વેલર્સમાં ગ્રાહકના સ્‍વાંગમાં આવેલ બે બુરખા ધારી મહિલા મોઢામાં રૂા.1.30 લાખની ચેઈન નાખી તફડાવી ફરાર

vartmanpravah

દમણમાં આનંદ ઉત્‍સાહ સાથે પરંપરાગત રીતે કરાયેલી નારિયેળી પૂર્ણિમાની ઉજવણીઃ માછી સમાજે દરિયાદેવની વિધિવત કરેલી પૂજા: માછીમારોની નવી મૌસમનો આરંભ

vartmanpravah

Leave a Comment