April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી નજીક થાલામાં ગુજરાત ગેસ દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી વિના ખોદકામ કરાતા સ્‍થાનિકોમાં ભભૂકેલો રોષ

ગ્રામ પંચાયત દ્વારા કંપનીની કચેરી અને પોલીસ મથકે રજૂઆત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: થાલામાં બગલાદેવ સર્કલથી હાઈવેને જોડતા આંતરિક માર્ગ ઉપર ગુજરાત ગેસ દ્વારા પાઇપ લાઇન નાંખવાની કામગીરી હાલે કરવામાં આવી રહી છે. ગેસ કંપની દ્વારા ગ્રામ પંચાયતને કામગીરી હાથ ધરવાના છે તેવી માત્ર લેખિત જાણ કરવામાં આવી હતી. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા આ લેખિત જાણની અરજી પર સામાન્‍ય સભામાં ચર્ચા વિચારણા કરી યોગ્‍ય કરવામાં આવશે તેવી નોંધ મારવામાં આવી હતી. અને ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ જાતની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમ છતાં ગુજરાત ગેસની એજન્‍સી દ્વારા અવાર નવાર માર્ગ પરનો વાહન વ્‍યવહાર બંધ કરી અધિક ખોદકામ કરવામાં આવતા પાણીની પાઈપ લાઈન ઠેર ઠેર તૂટી જતા લોકોના ઘરોમાં પાણી પણ નિયમિત પહોંચી રહ્યું નથી. આ ઉપરાંત અંડર ગ્રાઉન્‍ડ કેબલો પણ કપાઈ જવા પામ્‍યા છે. વધુમાં ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્‍લોક, રસ્‍તાની સાઈડે બેસાડવામાં આવ્‍યા હતા. તે પણ ઉખેડી નાંખવામાં આવ્‍યા છે. જેને લઈને ગ્રામ પંચાયતને પણ મોટું આર્થિક નુકસાન થવા સાથે લોકોને પણ હાલાકી વેઠવી પડી રહી છે.
ગેસ કંપનીના ઉપરોક્‍ત કારભારને પગલેસ્‍થાનિકોમાં રોષ ફેલાતા અને તેઓ દ્વારા ગ્રામ પંચાયતના શાસકોને રજૂઆત કરતા શાસકો દ્વારા ગુજરાત ગેસની નાંદરખા સ્‍થિત કચેરીએ જઈને ખોદકામ થી પાણીની પાઈપલાઈન અને પેવર બ્‍લોક જેવા કામોને વ્‍યાપક નુકસાન થયું હોય એ અંગે ચર્ચા ન થાય ત્‍યાં સુધી કામ બંધ રાખવું જોકે ઉપરોક્‍ત મુજબની રજૂઆત બાદ પણ ગુજરાત ગેસ દ્વારા ધરાર કામ ચાલુ જ રાખવામાં આવ્‍યું હતું.
ગુજરાત ગેસ દ્વારા રસ્‍તાના અને વચ્‍ચે થી પસાર થતી નહેરના નુકસાન અંગે માર્ગ મકાન અને સિંચાઈ વિભાગમાં જરૂરી નાણાં ભરી મંજૂરી મેળવાઈ હતી. ત્‍યારે ગ્રામ પંચાયતને ઠેંગો બતાવવામાં આવ્‍યો હોય તેમ લાગી રહ્યું છે. ગ્રામ પંચાયતને થયેલ નુકસાનનું શું? માર્ગ મકાન અને સિંચાઈ વિભાગની મંજૂરી લેવાઈ તો ગ્રામ પંચાયતની મંજૂરી કેમ ન લેવાઈ? તેવા અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે.
તલાટી કમ મંત્રી નિલેશભાઈના જણાવ્‍યાનુસાર થાલામાં ગુજરાત ગેસ દ્વારા ખોદકામ કરાઈ રહ્યું છે. તેમાં ગ્રામ પંચાયતે મંજૂરી આપેલ નથી અને નુકસાન બાબતે પંચાયત બોડી સાથે ગુજરાત ગેસની કચેરીએ રજૂઆત કરતા બધું સરખું કરી આપવાની મૌખિક બાંહેધરી આપેલ છે.

Related posts

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજોની ચોરી પ્રકરણમાં પોલીસે શરૂ કરેલું તેજ સર્ચ ઓપરેશન

vartmanpravah

” કુપોષણ મુક્ત નવસારી જિલ્લો બનાવીને સામાજીક દાયિત્વ નિભાવીએ: કલેકટર અમિત પ્રકાશ યાદવ

vartmanpravah

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલા અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ૪૨૮ લાભાર્થીઓએ ગૃહપ્રવેશ કર્યો

vartmanpravah

દમણ ખાતે ‘ઈન્‍ડિયા ડે’માં ઉમટેલો માનવ મહેરામણઃ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ

vartmanpravah

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં મોબાઈલ સ્‍નેચિંગ કરતા બે આરોપી ઝડપાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં આજે દાનહના 704 લાભાર્થીઓને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણમંત્રી મનસુખભાઈ માંડવિયા ગૃહ પ્રવેશ કરાવશે

vartmanpravah

Leave a Comment