Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણવલસાડસેલવાસ

કપરાડાના ઘોંટવળ ગામના લોકો લગ્નવિધિ પતાવી પરત ફરતા હતા તે વેળા દાનહના ઘોડબારીમાં પીકઅપ ટેમ્‍પો પલ્‍ટી જતાં એક મહિલાનું મોતઃ આઠ ઘાયલ

ઈજાગ્રસ્‍તોને ખાનવેલ અને સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડાયા


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05 : દાદરા નગર હવેલીના ઘોડબારી ગામ ખાતે પીકઅપ ટેમ્‍પો પલ્‍ટી જતાં એક મહિલાનું ઘટના સ્‍થળ ઉપર જ મોત થયું હતું અને અન્‍ય આઠ લોકોને ઇજા થઈ હતી. જેઓને ખાનવેલ અને સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ દૂધની ગામના બાજર ફળિયા ખાતે લગ્નવિધિ માટે કપરાડા તાલુકાના ઘોંટવળ ગામના 25થી વધુ લોકો પીકઅપ ટેમ્‍પો નંબર જીજે-15 એટી-8550માં જઈ રહ્યા હતા. જેઓ લગ્નવિધિ પતાવ્‍યા બાદ બપોરે પરત પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન પીકઅપ ટેમ્‍પોના ચાલકે સ્‍ટીગરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટેમ્‍પો રોડની સાઈડ પર પલ્‍ટી મારી ગયો હતો. આ અકસ્‍માતમાં એક મહિલા નામે મીરીબેન રમનભાઈ પારગી (ઉ.વ.48)નું ઘટના સ્‍થળ ઉપર જ કમકમાટીભર્યું મોત થયું હતું.
આ ઘટનાને જોતા ગામલોકો ઈજાગ્રસ્‍તોની મદદે દોડી આવ્‍યા હતા. લોકોએ 108એમ્‍બ્‍યુલન્‍સને બોલાવી ગંભીર રીતે ઘાયલ (1) સુમિત્રાબેન રાજીરામભાઈ ગોધડ(ઉ.વ.44) (2) સૂરદાની અંજુન ભડાગી (ઉ.વ.43) (3)ટુલોહ્યા ગંગા બારહે (ઉ.વ.47) (4)સંજુ રંગા ધોડહળે (ઉ.વ.28) જેઓને ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા અને અન્‍ય ચાર જેમાં (1)લિપોની રાવજી પાગી (ઉ.વ.49) (2)રશ્‍મીબેન ભવન પારધી (ઉ.વ.47) (3)તાઈ અર્જુન થાળકર (ઉ.વ.63) જેઓને સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યા છે.

Related posts

જિલ્લા સત્ર ન્‍યાયાલયનો શકવર્તી ચુકાદો: ખાનવેલ-નાશિક રોડ પર એક વ્‍યક્‍તિની હત્‍યા કરનાર બે આરોપીઓને આજીવન કેદની સજા

vartmanpravah

આંબોલી ગ્રામ પંચાયતના આંબોલી ગામમાં ‘સરકાર તમારા ઘર પર’ શિબિર યોજાઈ

vartmanpravah

દાદાસાહેબ જાંબુળકર 21 વર્ષની વયે નગર હવેલી સંગ્રામમાં કૂદી પડયા હતા

vartmanpravah

વલસાડ મોટા સુરવાડામાં બે યુવાનોએ ગ્રામજનો સમક્ષ એલ.ઈ.ડી. માધ્‍યમથી ભ્રષ્‍ટાચારનો પર્દાફાશ કર્યો

vartmanpravah

રાજ્‍ય કોર કમિટીની જાહેરાત : વાપી-વલસાડ શહેરમાં આજથી કરફયુ નાબૂદ : કોરોના સ્‍થિતિની સમીક્ષા કરાઈ: ફક્‍ત આઠ મહાનગરોમાં રાત્રે 12 થી 5 વાગ્‍યા સુધી કરફયુનો અમલ થશે

vartmanpravah

વાપી ગુંજનમાં નોટિફાઈડ દ્વારા ટ્રાફિક નડતરરૂપ દબાણો હટાવવા ડિમોલીશન કાર્યવાહી

vartmanpravah

Leave a Comment