Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના આરોગ્‍ય, પોલીસ, શિક્ષણ, એક્‍સાઈઝ, પંચાયત અને નગરપાલિકા વિભાગ દ્વારા પ્રદેશમાં તમ્‍બાકુના નિયંત્રણના પ્રભાવશાળી અમલ માટે થનારા પ્રયાસો

દમણના કલેક્‍ટર અને પ્રદેશના આરોગ્‍ય સચિવ ડો. તપસ્‍યા રાઘવના અધ્‍યક્ષસ્‍થાને મળેલ તમ્‍બાકુ નિયંત્રણ માટે પ્રદેશ સ્‍તરીય સમન્‍વય સમિતિની બેઠકમાં લેવાયેલો નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે મોટી દમણના કલેક્‍ટરાલય ખાતે જિલ્લા કલેક્‍ટર અને આરોગ્‍ય સચિવ ડો. તપસ્‍યા રાઘવની અધ્‍યક્ષતામાં તમ્‍બાકુ નિયંત્રણ માટે પ્રદેશ સ્‍તરીય સમન્‍વય સમિતિ અને દમણ જિલ્લા સમન્‍વય સમિતિની બેઠક મળી હતી. જેમાં તમ્‍બાકુના ઉપયોગથી આરોગ્‍ય ઉપર પડતા દુષ્‍પ્રભાવની જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે નોડલ અધિકારી ડો. મેઘલ શાહે જણાવ્‍યું હતું કે, ધુમ્રપાન અને તમ્‍બાકુ ચાવવું બંને આરોગ્‍ય માટે ખતરનાક છે. આબેઠકમાં ઉપસ્‍થિતોને સંઘપ્રદેશમાં મોટી ઉંમરના વ્‍યક્‍તિઓ અને યુવાનોમાં તમ્‍બાકુના વધતા ઉપયોગની બાબતમાં જાણકારી આપવામાં આવી હતી. જેમાં ઈલેક્‍ટ્રોનિક્‍સ સિગારેટ નિષેધ અધિનિયમ-2019 સહિત તમ્‍બાકુ નિયંત્રણ માટે અન્‍ય કાયદાઓની સાથે સાથે સિગારેટ અને અન્‍ય તમ્‍બાકુ ઉત્‍પાદન અધિનિયમ-2003ના કાયદા અને તેના અમલની બાબતમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ભાગ લઈ રહેલા તમામને દમણમાં શૈક્ષણિક સંસ્‍થાઓને તમ્‍બાકુ મુક્‍ત શૈક્ષણિક સંસ્‍થા જાહેર કરાઈ હોવાની જાણકારી આપવામાં આવી હતી. જે પહેલાં શૈક્ષણિક સંસ્‍થાઓને તમ્‍બાકુ મુક્‍ત જાહેર કરતા પહેલાં તમામ ગતિવિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી.
સંઘપ્રદેશમાં તમ્‍બાકુ નિયંત્રણના પ્રભાવશાળી અમલ માટે દરેક વિભાગ, આરોગ્‍ય, પોલીસ, શિક્ષણ, એક્‍સાઈઝ, પંચાયત અને નગરપાલિકા સંયુક્‍ત પ્રયાસ કરશે.
આ બેઠકમાં તમ્‍બાકુ નિયંત્રણ માટેની દરેક ગતિવિધિ અને કાર્ય યોજનાનો મુખ્‍ય ઉદ્દેશ સમજાવવામાં આવ્‍યો હતો અને પ્રદેશ-જિલ્લાના યુવાનોને તમ્‍બાકુની લતમાં પડતાં રોકવાની સાથે રાષ્‍ટ્રીય તમ્‍બાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી સમસ્‍ત ગતિવિધિઓની વિસ્‍તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ સ્‍તરો ઉપર જાગૃતતા કાર્યક્રમોથી લોકોને જાગૃત કરવા પણચર્ચા-વિચારણાં થઈ હતી.
આ બેઠકમાં દમણ જિલ્લા પંચાયતના સી.ઈ.ઓ. શ્રી આશિષ મોહન, આરોગ્‍ય વિભાગના સંયુક્‍ત સચિવ અને રાષ્‍ટ્રીય આરોગ્‍ય મિશનના મિશન ડાયરેક્‍ટર શ્રી સુરેશ મીણા, એસ.ડી.પી.ઓ. શ્રી રજનીકાન્‍ત અવધિયા, સમાજ કલ્‍યાણ મહિલા બાળ વિકાસના નિર્દેશક સહ ઉપ સચિવ શ્રી મનોજ કુમાર ઉપસ્‍થિત રહ્યા હતા. શિક્ષણ, ખાદ્ય સુરક્ષા, ઔષધિ નિયંત્રણ અને એક્‍સાઇઝ તથા પંચાયત સહિત વિવિધ વિભાગોના પ્રતિનિધિ-અધિકારીઓએ ભાગ લીધો હતો.

Related posts

વલસાડ સરકારી ઈજનેરી કોલેજે રાષ્ટ્રીય કક્ષાએ NIRF Innovation-2023 રેંકીંગમાં મોખરાનું સ્થાન મેળવ્યું

vartmanpravah

દાનહઃ ખરડપાડામાં મામલતદારની ટીમે ભંડારી પરિવારના ઘરનું કરેલું ડિમોલિશન

vartmanpravah

કપરાડાના સુથારપાડા ગામે મહિલાઓને રૂપિયા 1.20 કરોડના ઇન્‍ડસ્‍ટ્રીયલ સીવણ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કપરાડા કુંભઘાટ ચઢી નહી શકતા કપાસના બી ભરેલી ટ્રક પલટી મારી ગઈ : કોઈ જાનહાની નહી

vartmanpravah

દાનહ રખોલી દમણગંગા નદીના પુલ પરથી યુવાને ઝંપલાવી આત્‍મહત્‍યા કરી

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને નાની દમણ મરવડમાં સરકારી જમીન ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

Leave a Comment