Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણ હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે યોજાયેલ વાર્ષિક સામાન્ય સભામાં સ્માશાન ભૂમિના નવનિર્માણ માટે થયેલું મનોમંથન

હિન્‍દુ સ્‍મશાન ભૂમિ નાની દમણ દ્વારા ખુબ જ અસરકાર અને પારદર્શક રીતે થઈ રહેલા વહીવટની તમામ સભ્‍યોએ કરેલી સરાહના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08: આજે હિંદુ સ્‍મશાન ભૂમિ નાની દમણની વાર્ષિક સામાન્‍ય સભા ખારીવાડ સ્‍થિત ઝરીમરી માતાના મંદિર ખાતે રાખવામાં આવી હતી. સૌથી પહેલાં મૃતકોની આત્‍માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી ગયા વર્ષના ઓડિટ કરાયેલા હિસાબનું કમીટિ સમક્ષ રજૂ કરવામાં આવ્‍યા હતા.
હિન્‍દુ સ્‍મશાન ભૂમિ નાની દમણ દ્વારા ખુબ જ અસરકાર અને પારદર્શક રીતે થઈ રહેલા વહીવટની તમામ સભ્‍યોએ સરાહના કરી હતી. નાની દમણ સ્‍મશાન ભૂમિના નવનિર્માણ માટે પણ ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી.
હિન્‍દુ સ્‍મશાન ભૂમિ નાની દમણના અધ્‍યક્ષ શ્રી ઠાકોરભાઈ પટેલે પ્રસ્‍તાવિત કામોનીરૂપરેખા પણ સભ્‍યોને જણાવી હતી. આ પ્રસંગે ઉપ પ્રમુખ શ્રી ધીરૂભાઈ પટેલે આભારવિધિ સાથે સભાને બર્ખાસ્‍ત જાહેર કરી હતી.
આ પ્રસંગે હિન્‍દુ સ્‍મશાન ભૂમિ નાની દમણના ખજાનચી શ્રી રાકેશભાઈ તળેકર, શ્રી ઉત્તમભાઈ પટેલ, શ્રી ભરતભાઈ પટેલ, શ્રી વિષ્‍ણુભાઈ દમણિયા, શ્રી હિરેન જોષી, શ્રી જગદીશ કબિરિયા, શ્રી વસંત રાણા, શ્રી કિરણ પ્રજાપતિ, શ્રી ઠાકોરભાઈ ભંડારી, શ્રી હરેન્‍દ્રભાઈ પટેલ, શ્રી મણિલાલભાઈ હળપતિ, શ્રી નવિનભાઈ અખ્‍ખુભાઈ પટેલ સહિત અન્‍ય સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નાની દમણના પરકોટા શેરીમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા યોજાયો કાર્યક્રમ

vartmanpravah

સેલવાસ ન.પા.ની પાણીની લાઈનમાં ભંગાણઃ છેલ્લા બે દિવસથી હજારો લીટર પાણી બરબાદ

vartmanpravah

દમણમાં લોકસભાની જળ સંસાધન સમિતિનું આમગનઃ દમણ ખાતે સમિતિના ચેરમેનની જવાબદારી અમદાવાદ(પૂર્વ)ના સાંસદ હસમુખભાઈ પટેલ સંભાળશે

vartmanpravah

ભીલાડથી મળી આવેલી અજાણી મૃત મહિલાના વાલી વારસો સંપર્ક કરે

vartmanpravah

કપરાડાના સુખાલા ગામની પરણિતા પૂત્રીને લઈ ગુમ થયા બાદ રાજસ્‍થાન ફરીને 15 દિવસે ઘરે પરત ફરી

vartmanpravah

પારડીના પરિયામાં સાંસદ ડો.કે.સી.પટેલના અધ્યક્ષસ્થાને પ્રવેશોત્સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment