September 7, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ફાયર એન.ઓ.સી. પરિપત્ર બાદ વાપી નગર પાલિકાના અધિકારીઓને શૂરાતન ચઢયું : નોટિસ વગર મિલકતો સીલ કરાઈ

ફાયર એન.ઓ.સી. ક્‍યારનીય સરકારે ફરજિયાત કરી છે તો કાર્યવાહી કરવાની અચાનક ફુરસદ કેમ?

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી નગરપાલિકા વિસ્‍તારમાં પાલિકા અધિકારીઓએ જે મિલકતો પાસે ફાયર એન.ઓ.સી. નહોતી તેવી મિલકતો અચાનક સીલ મારવાનું અભિયાન ચલાવ્‍યું. જેના ઘેરા પ્રત્‍યાઘાત મિલકત ધારકોમાં પડયા છે. કારણ કે નોટિસ આપ્‍યા વગર જ મિલકતો સીલ કરી દેવાનું શુરાતન કેમ ચઢયુ તેનો જવાબ આપવા અધિકારીઓને ફુરસદ જ નથી.
આ ઘટના પરિપેક્ષમાં મુળ કારણ જે જાણવા મળ્‍યું છે એ છે કે અમદાવાદમાં આગનીમોટી દુર્ઘટના ઘટી એટલે સરકારે તાત્‍કાલિક પરિપત્ર બહાર પાડી દીધો. સરકાર પણ ઊંઘતી ઝડપાઈ છે કારણ કે સુરત તથશીલા અને અમદાવાદની હોસ્‍પિટલમાં આગના મોટા બે બનાવો બન્‍યા બાદ તાત્‍કાલિક અસરથી જે તે ટાઈમે ફાયર એન.ઓ.સી. ફરજીયાત કરી દેવાઈ હતી તે પછી નાટકીય અમલવારી થઈ પછી જે તે પાલિકા અને મહાનગરપાલિકા વાળા મીઠી નિંદરે ચઢી ગયા હતા. હવે ફરી અકસ્‍માત બાદ ફરી નવો પરિપત્ર ફાયર એન.ઓ.સી.નો આવતા વાપી, વલસાડની પાલિકાઓ એન.ઓ.સી. વગરની મિલકતો સીલ કરવાની પવન વેગી કાર્યવાહી શરૂ કરી દીધી. મિલકત ધારકોને નોટિસો પણ ફળવાઈ નથી તેવુ મિલકત ધારકો હાલ પણ કકળાટ કરી રહ્યા છે.

Related posts

જિલ્લા માહિતી કચેરી વલસાડ ખાતેથી કારર્કિદી માર્ગદર્શન વિશેષાંક મળશે

vartmanpravah

સેલવાસ મામલતદારે માટી ખનન કરનાર સામે કરેલી લાલ આંખ

vartmanpravah

પારડી હાઈવે ઉપર જૈન સાધુ-સાધ્‍વીજીઓના સંઘ ઉપર ગૌવંશોએ હુમલો કરતા ઘાયલોને સારવાર માટે મોકલાયા

vartmanpravah

ખેરગામના તોરણવેરામાં દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે થયેલું મોત

vartmanpravah

કપરાડા-નાસિક રોડ ઉપરથી મૃત પશુઓ ભરેલ કન્‍ટેનર ઝડપાયું

vartmanpravah

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિએ વાપી નૂતન નગર સરદાર પટેલ ઉદ્યાનના ‘સરદાર પટેલ’ ઉજવણીમાં વિસરાઈ ગયા

vartmanpravah

Leave a Comment