December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સરૈયામાં હાઈવા અને ટેમ્‍પો વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બેના મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી કાર્તિક અશોકભાઈ પટેલ (રહે.ખેરગામ દાદરી ફળીયા તા.ખેરગામ)ના પિતા અશોકભાઈ બાબુભાઈ પટેલ (ઉ.વ.53) (રહે.ખેરગામ દાદરી ફળીયા તા.ખેરગામ) કે જેઓ ડ્રાઈવર તરીકે નોકરી કરતા હોય સોમવારના રોજ સવારના સમયે કુંડી હાજીતળાવ, તા.જી.વલસાડના સુરેશભાઈની હાઈવા ટ્રક નં.જીજે-21-ટી-6796 લઈને ટાંકલથી સણવલ્લા તરફ જઈ રહ્યા હતા. દરમ્‍યાન સરૈયાફણીયા કોતર પાસે ટાટા ટેમ્‍પો નંબર જીજે-19-વી-1288ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી હાઈવા સાથે અથડાવી દેતા અકસ્‍માત સર્જાયો હતો. જેમાં ઉપરોક્‍ત હાઈવા ટ્રકના ચાલક અશોકભાઈ બાબુભાઈ પટેલને સારવાર અર્થે ટાંકલ પીએચસી પર લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્‍યારે ટેમ્‍પામાં બેસેલ કિશોરભાઈ કાંતુભાઈ કોળધા (ઉ.વ-47) (રહે.ઝેરવાવરા, કોળધીવાડ તા.મહુવા, જી.સુરત)નું પણ મોત નીપજ્‍યું હતું. આ ઉપરાંત હાઈવા ટ્રકના ક્‍લીનર અને ટેમ્‍પામાં બેસેલ શ્રમજીવીઓને ઈજા થઈ હતી. ટેમ્‍પાનો ચાલક અકસ્‍માત બાદ ટેમ્‍પો છોડી ફરાર થઈ ગયો હતો.
પોલીસે ઉપરોક્‍ત અકસ્‍માતના બનાવમાં ટેમ્‍પો ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ દ્વારા ઈ વેસ્‍ટ એકત્રકરવાની ડ્રાઈવનો આરંભ

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

ચીખલી ખરીદી કરવા આવેલ વંકાલના ગુમ યુવાનને પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢયો

vartmanpravah

એન.ડી.આર.એફ. દ્વારા દીવની શાળાના વિદ્યાર્થીઓને કુદરતી આફત સમયે રાહતબચાવ કામગીરી અંગેની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

સેલવાસ મામલતદાર વિભાગ અને સોશિયલ વેલ્‍ફેર વિભાગ દ્વારા કર્મચારીઓ સાથે દિપાવલી પર્વની ઉજવણી કરાઈ

vartmanpravah

મંદિરોમાં ચોરી કરનારો ચોર ટુકવાડાથી ઝડપાયો

vartmanpravah

Leave a Comment