August 31, 2026
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટદમણસેલવાસ

દાદરા નગર હવેલીમાં ક્રિકેટના નામે ઉઘરાણી કરવા સંદર્ભે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : દાદરા નગર હવેલીમાં ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ રમાડવામાં આવે છે જે એક મનોરંજનનું સાધન છે અને એમાં જેટલા પણ ઓર્ગેનાઈઝર છે તેઓ લાખો રૂપિયાની વસૂલી કરે છે જેનો કોઈ જ હિસાબ કિતાબ થતો નથી. એવા ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ કરાવી બાળકોના ભવિષ્‍યમાં કોઈ જ ફાયદો થશે નહિ, અન્‍ય રમતોમાં પ્રશાસકશ્રી અને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની યોજનાઓથી આપણા પ્રદેશના બાળકો ઘણી રમતોમાં જઈ રહ્યા છે અને રાષ્ટ્રીય લેવલ પર રમીને પ્રદેશનું નામ રોશન કરી રહ્યા છે. પરંતુ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં એવું કોઈ જ નામ નથી, એની જગ્‍યાએ લેધર બોલ દ્વારા ક્રિકેટ મેચ રમાડવામાં આવે જેનાથી આપણા પ્રદેશના બાળકોનું ભવિષ્‍ય બની શકે, ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં લાખો રૂપિયાનો ગોટાળો કરવામાં આવી રહ્યો છે. જેને તાત્‍કાલિક બંધ કરવામાં આવે એવી વિનંતી છે. જેમાંઘણી સંસ્‍થાઓ ગેરકાનૂની ચાલી રહી છે અને લાખો રૂપિયાનું ફંડ મનોરંજનના નામે ભેગુ કરવામાં આવી રહ્યું છે.
આ બાબતે સામાજીક કાર્યકર્તા શ્રી રાજેશ હળપતિએ કલેક્‍ટરને અરજ કરી છે કે આવા કૃત્‍યોને બંધ કરાવવામાં આવે અને આ ગેરકાનૂની સંસ્‍થાઓ ઉપર જલ્‍દીથી જલ્‍દી અને તાત્‍કાલિક કાર્યવાહી કરવામાં આવે.

Related posts

દાનહના એસડીપીઓ સિદ્ધાર્થ જૈન અને દમણના પી.એસ.આઈ. હિરલ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રીના એક્‍સેલેન્‍સ ઈન ઈન્‍વેસ્‍ટીગેશન મેડલ-2023 માટે કરાયેલી પસંદગી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતે આનંદ ઉત્‍સાહ-ઉમંગ સાથે કરેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

રક્‍તબીજ અસુરને મારવા મહાકાળીનો અવતાર થયો છે!! : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

સંઘપ્રદેશમાં ધો.1ર વિજ્ઞાન પ્રવાહમાં દાનહનો ડંકો : દીવ જિલ્લામાં ટોપ થ્રીમાં તમામ દીકરીઓ: દમણ અને દાનહની તુલનામાં દીવનું પરિણામ કંગાળ

vartmanpravah

યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત સુપર સિલ્‍વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહઃ મસાટ ગ્રામ પંચાયત ખાતે ‘ગ્રામસભા’ યોજાઈ

vartmanpravah

Leave a Comment