Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં દમણ જિલ્લાના પંચાયત પ્રતિનિધિઓ માટે ત્રિ-દિવસીય તાલીમ સહ વર્કશોપના સેમિનારનો આરંભ

નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ ડેવલપમેન્‍ટ એન્‍ડ પંચાયતી રાજ હૈદરાબાદના કન્‍સલ્‍ટન્‍ટ મોહમ્‍મદ તકીયુદ્દીને સસ્‍ટેઈનેબલ ડેવલપમેન્‍ટ ગોલ્‍સ ઉપર આપેલું મનનીય માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : આજે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે સંઘપ્રદેશના પંચાયતી રાજ વિભાગ દ્વારા નેશનલ ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ રૂરલ ડેવલપમેન્‍ટ એન્‍ડ પંચાયતી રાજ હૈદરાબાદના સહયોગથી જિલ્લા પંચાયતના સભ્‍યો, ગ્રામ પંચાયતના સરપંચો અને સભ્‍યો તથા કર્મીઓ માટે ત્રિ-દિવસીય સતત વિકાસ લક્ષ્ય(સસ્‍ટેઈનેબલ ડેવલપમેન્‍ટ ગોલ્‍સ-એસડીજી) ઉપર તાલીમ સહ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં કન્‍સલ્‍ટન્‍ટ તરીકે નેશનલ ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ રૂરલ ડેવલપમેન્‍ટ એન્‍ડ પંચાયતી રાજના શ્રી મોહમ્‍મદ તકીઉદ્દીન દ્વારા મનનીયમાર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
પ્રારંભમાં દમણના વિકાસ ઘટક અધિકારી(બી.ડી.ઓ.) શ્રી પ્રેમજીભાઈ મકવાણા, કન્‍સલ્‍ટન્‍ટ શ્રી મોહમ્‍મદ તકીયુદ્દીન અને દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રી નવિનભાઈ પટેલે દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો આરંભ કરાવ્‍યો હતો.
સ્‍વાગત વક્‍તવ્‍યમાં દમણના બી.ડી.ઓ. શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ દમણ જિલ્લાના ચૂંટાયેલા તમામ લોક પ્રતિનિધિઓને તેમના માટે તાલીમ અને વર્કશોપના કરેલા આયોજનનું મહત્‍વ સમજાવ્‍યું હતું. તેમણે કન્‍સલ્‍ટન્‍ટ શ્રી મોહમ્‍મદ તકીયુદ્દીનના માર્ગદર્શનનો લાભ લેવા આહ્‌વાન કર્યું હતું.
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા યોજવામાં આવેલ તાલીમ સહ વર્કશોપના આયોજન બદલ તેમનો આભાર પ્રગટ કર્યો હતો અને ગ્રામ્‍ય સ્‍તરે લોક પ્રતિનિધિઓએ કેવી રીતે કામ કરવું તેની સમજ મળશે એવો આશાવાદ વ્‍યક્‍ત કર્યો હતો.
તાલીમ સહ વર્કશોપનો આરંભ કરતા કન્‍સલ્‍ટન્‍ટ શ્રી મોહમ્‍મદ તકીયુદ્દીને સસ્‍ટેઈનેબલ ડેવલપમેન્‍ટ ગોલ્‍સ અને એસ.ડી.જી.ના લોકોલાઈઝેશનની બાબતમાં ઉમદા માર્ગદર્શન આપ્‍યું હતું.
આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો, ગ્રામ પંચાયતના સભ્‍યો, ગ્રામ પંચાયતના સેક્રેટરીઓ, તથા ગ્રામ સેવકો ઉપસ્‍થિત રહ્યા હતા.
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈપટેલે પહેલા દિવસે કાર્યક્રમના અંત સુધી ઉપસ્‍થિત રહી દરેકનો હોંશલો પણ બુલંદ કર્યો હતો.

Related posts

વાપી હાઈવે ઉપર મહત્‍વાકાંક્ષી છરવાડા ક્રોસિંગ અંડરપાસના નિર્માણની ઝડપભેર ચાલી રહેલી કામગીરી

vartmanpravah

થ્રીડીમાં ડોમેસ્‍ટિક વીજધારકોને વીજ વધારાનો પ્રસ્‍તાવ મોકૂફ રાખવા કરાયેલી ધારદાર રજૂઆત

vartmanpravah

દાનહમાં કામ કરતી આંગણવાડી કાર્યકર્તા બહેનોએ પગાર વધારવા જિલ્લા કલેક્‍ટર પાસે માંગેલી દાદઃ 10 દિવસની અંદર સમસ્‍યાના સમાધાનનું કલેક્‍ટરશ્રીએ આપેલું આશ્વાસન

vartmanpravah

વલસાડ આર.ટી.ઓ. દ્વારા ગેરરિતી આચરતી સાત ટ્રકોને રૂા.1.50 લાખનો દંડ ફટકાર્યો : ટ્રક માલિકોમાં ફફડાટ

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં ‘કલાઉત્‍સવ-2022’ની પ્રદેશ સ્‍તરીય યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

વલસાડમાં બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું : ચારની ધરપકડ

vartmanpravah

Leave a Comment