September 1, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ ન.પા.માં પ્રશાસકશ્રીના સલાહકાર ગૌરવ સિંહ રાજાવતનો સપાટોઃ સ્‍વચ્‍છતા પ્રત્‍યે ઉદાસિનતા રાખતા પાંચ કર્મીઓ સસ્‍પેન્‍ડ

  • મોટી દમણ જિ.પં. કાર્યાલયની પાછળ દમણ ન.પા.ની હદમાં પ્‍લાસ્‍ટિક અને કચરાના ઢગલાના નિકાલ માટે હંમેશા રખાતી નિષ્‍ક્રિયતા

  • આખરે દમણ ન.પા.ની સ્‍વચ્‍છતાનો ફૂટેલો પરપોટોઃ ચીફ ઓફિસરની તટસ્‍થતા સામે પણ પેદા થયેલા પ્રશ્નો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01: સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી ગૌરવ સિંહ રાજાવત અને પ્રશાસનિક ટીમે દમણ નગરપાલિકાની સફાઈ વ્‍યવસ્‍થા નિહાળવા માટે કરેલા આકસ્‍મિક નિરીક્ષણ દરમિયાન તેમાં કમી દેખાતા નગરપાલિકાના 3 સુપરવાઈઝર, 1 સિનિયર સુપરવાઈઝર અને 1 ઈન્‍ચાર્જ જુનિયર એન્‍જિનિયરને સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ જારી કરતા સમગ્ર પંથકમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.
પ્રાપ્‍ત માહિતી પ્રમાણે દમણ શહેરની સ્‍વચ્‍છતા બાબતે અનેક વખત પ્રશ્નો ઉભા થયા છે.દમણ જિલ્લા પંચાયતના કાર્યાલયની પાછળ પ્‍લાસ્‍ટિક અને કચરાનો ઢગલો હોવા છતાં નગરપાલિકાના તંત્ર દ્વારા સફાઈ કરવામાં રખાતી ઉદાસિનતાનો પરપોટો આખરે પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી ગૌરવ સિંહ રાજાવતના આકસ્‍મિક નિરીક્ષણ બાદ ફૂટવા પામ્‍યો છે.
પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી ગૌરવ સિંહ રાજાવતની સૂચનાથી અડફેટમાં આવેલા કર્મચારીઓ પૈકી કેટલાક આબાદ છટકી ગયા હોવાની લાગણી પણ મહેકમમાં વ્‍યક્‍ત થઈ રહી છે. તે બાબતે ચીફ ઓફિસર શ્રી અરૂણ ગુપ્તા તટસ્‍થ અભિગમ અપનાવે એવી લાગણી પણ પ્રગટ થઈ રહી છે.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસસી સ્‍કૂલ સલવાવમાં ઈન્‍વેસ્‍ટિચર સમારોહ યોજાયો

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં ચીખલીપાડાની ટીમ વિજેતા બની

vartmanpravah

vartmanpravah

તીઘરા હાઈવે પર કન્‍ટેનરની અડફેટે ત્રિપલ સવાર બાઈક પેકી એકનું મોત, બે ઘાયલ

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ આવશ્‍યકતાવાળા બાળકો માટે મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિર યોજાઈ

vartmanpravah

ઉમરગામના પાલી કરમબેલીમાં પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment