October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપીની આયુષ હોસ્‍પિટલમાં રક્‍તદાન શિબિર યોજાઈ

સ્‍વર્ગીય કેપ્‍ટન અનિલ દેવને સ્‍મરણાંજલિ અર્પણ કરવા આયુષ હોસ્‍પિટલ દ્વારા સતત બીજા વર્ષે રક્‍તદાન શિબિરનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો) વાપી,તા.03
વાપી નેશનલ હઈવે સ્‍થિત કેપ્‍ટન દેવ આયુષ્‍ય હોસ્‍પિટલમાં આજે રવિવારે સ્‍વર્ગીય શ્રી કેપ્‍ટન અનીલ દેવને સ્‍મરણાંજલિ અર્પણ કરવા આજરોજ તારીખ 03/04/2022ના સવારે 9.00 થી બપોરે 03.00 વાગ્‍યા સુધી આયુષ હોસ્‍પિટલ દ્વારા સતત બીજા વર્ષે રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવયું હતું.
આ પ્રસંગે મુખ્‍ય મહેમાન શ્રી કનુભાઈ દેસાઇ કેબિનેટ મંત્રી (નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ) અતિથિ વિશેષ શ્રી સ્‍વામિનારાયણ સંકુલના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી કપિલ સ્‍વામી અને યુપીએલ ગૃપના શ્રી સાન્‍દ્રાબેન શ્રોફ તથા વાપીના અગ્રણી ઉદ્યોગપતિઓ, વી.આઈ.એ. પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, ડો.દેવનો પરિવાર મળી મોટી સંખ્‍યામાં મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.
રક્‍તદાનનો સંકલ્‍પ સિદ્ધ કરવા વાપીના ઉદ્યોગપતિઓ, વેપારીગણ તથા વાપી વિસ્‍તારના મોટાભાગના ડૉક્‍ટરો હાજર રહ્યા હતા.
સ્‍વાગત સમારંભમાં ડો.આશિષ દેવે સર્વે આમંત્રિતોને ભાવ સભર આવકાર આપ્‍યો હતો અને દેવ ફાઉન્‍ડેશન વિશે સર્વેને વાકેફ કર્યા હતા. ત્‍યારબાદ શ્રી કપિલ સ્‍વામીએ આશીર્વચન આપ્‍યા હતા તથા શ્રી સાન્‍દ્રાબેન શ્રોફે દેવ પરિવારને સમાજ સેવા બદલ આવકાર્યા હતા. લોકલાડીલા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇએ આ ઉમદા કાર્ય બદલ દેવ પરિવારને શુભેચ્‍છા પાઠવી હતી.
આભારવિધિમાં ડો.અમિત દેવે આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સર્વે નામી તથા અનામી સ્‍નેહીઓનો આભાર માન્‍યો હતો. આ રક્‍તદાન શિબિરમાં કુલ 120 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું હતું.

Related posts

વાપી એલ.જી હરિયા સ્‍કૂલમાં વિશ્વ પૃથ્‍વી દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

મોતીવાડાની 22 વર્ષિય યુવતી ગુમ

vartmanpravah

પારડી તાલુકા પંચાયતના માજી પ્રમુખ એવા મિતલબેન પટેલનું સભ્‍ય પદેથી રાજીનામું

vartmanpravah

સમગ્ર શિક્ષા અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની ‘કલા ઉત્‍સવ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

મુસ્‍કાન ટીમે ફૂટપાથ પર રહેતા બાળકો સાથે દિવાળી ઉજવી

vartmanpravah

વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલ પર્યટકોને આકર્ષતું સ્‍થળ ‘અજમલગઢ’

vartmanpravah

Leave a Comment